સિવિલ હોસ્પિટલનાં કોવિડ વિભાગમાં જાણે કાળ ભમી રહ્યો હોય તેમ દર કલાકે એક-એક દર્દીનો ભોગ લેવાઈ રહ્યો
પોતાના પિતાને એકવખત મળવા દેવાની જીદ પકડી હતી
WatchGujarat. શહેરમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. અને સિવિલ હોસ્પિટલનાં કોવિડ વિભાગમાં જાણે કાળ ભમી રહ્યો હોય તેમ દર કલાકે એક-એક દર્દીનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે આજે કોરોનાથી પિતાનું મોત થતા પુત્રીએ આક્રંદ મચાવ્યો હતો. અને પોતાના પિતાને એકવખત મળવા દેવાની જીદ પકડી હતી. જો કે કોરોનાની ગાઈડલાઇન મુજબ આ શક્ય ન હોવાથી સ્ટાફે તેને અટકાવી હતી. પરંતુ આ તકે તેના હૈયાફાટ રૂદનથી ત્યાં હાજર સૌ કોઈની આંખમાં આંસુ આવી જતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કોઈએ આ દ્રશ્યોને મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે. તો બીજીતરફ સિવિલ હોસ્પિટલની લોબીમાં પણ ઓક્સિજનનાં અભાવને કારણે ત્રણ દર્દીઓનાં મોત નિપજ્યા હોવાની ચર્ચાએ જોર પકડતા ચારેબાજુ માતમ છવાયો છે.
પિતાના મૃત્યુ બાદ પુત્રીનાં આક્રંદનાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સ્ટ્રેચર પર પિતાનો મૃતદેહ પડ્યો છે. બીજીતરફ મહિલાઓ રોકકળ કરી રહી છે. દરમિયાન મૃતકની દીકરીએ હૈયાફાટ રૂદન કરી રહી છે. અને પિતાના મળવા માટે વલખા મારે છે. જો કે સ્ટાફ તેને પકડી રાખે છે. તો પણ દીકરી છેક સ્ટ્રેચર સુધી પહોંચી જાય છે. પરંતુ તરત જ સ્ટાફ તેને દૂર લઇ જાય છે. દરમિયાન દીકરી રડતાં-રડતાં કહે છે કે ‘હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો.’ તેના આ શબ્દો સાંભળીને કઠણ કાળજાનાં હોસ્પિટલ સ્ટાફના લોકો પણ રડી પડ્યા હતા.
https://youtu.be/k3mXz988LEU
બીજીતરફ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગઇકાલે ઓક્સિજનનાં અભાવે કોરોનાના ત્રણ દર્દીના લોબીમાં મોત થયા હતા. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓને વોર્ડમાં એસી બંધ હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. જો કે આ ચર્ચાઓને સ્વાભાવિક રીતે જ સત્તાવાર સમર્થન આપવા કોઈપણ તૈયાર નથી. પરંતુ બેડ-ઓક્સિજન-દવા-ઇન્જેક્શન સહિતની તમામ જરૂરી સુવિધાઓ પણ સમયસર પુરી પાડવામાં તંત્ર વામણુ સાબિત થઈ રહ્યું છે તે હકીકત છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોનાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. અને લોકોના મનમાં હાલ કોરોનાનો જ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં જ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કોરોનાની સ્થિતિ અતિ ખરાબ બની ચુકી છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં ઘણા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પોતાના ઘર પરિવાર ભૂલીને લડાઈ લડી રહ્યો છે. ત્યારે આ સ્ટાફની સ્થિતિ પણ સમજી શકાય તેમ છે.