વોર્ડ નં – 4 ના કોર્પોરેટરને વેક્સીનેશનના કાર્યક્રમમાં આમંત્રણ નહિ આપતા રોષે ભરાયા
વિડીયોમાં કોર્પોરેટર વશરામ સાગઠિયા ગુસ્સામાં હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે
સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરની બાદબાકી દ્વારા કાર્યક્રમ યોજી ભાજપ પોતાની પ્રસિધ્ધીની ભૂખ ભાંગવા માંગે છે
Watchgujarat. મનપા દ્વારા વોર્ડ નં.15 ખાતે વેકસીનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. નિયમ મુજબ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવી જોઈએ. પરંતુ આ વોર્ડનાં 4 કોંગી કોર્પોરેટરો પૈકી મનપા દ્વારા કોઈને પણ જાણ કરાઈ નહોતી. જેને લઈને પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડનાં કોર્પોરેટર વશરામ સાગઠિયા રોષે ભરાયા હતા. તેમજ સમગ્ર મામલે આસી. કમિશ્નરને ગાળો ભાંડી આડેહાથ લીધા હતા. એટલું જ નહીં બાદમાં વોર્ડ ઓફિસરે આ જાણ ન કરીને બેજવાબદારી પૂર્વક વર્તન કરતાં કોંગી કોર્પોરેટરો દ્વારા ધરણા યોજી મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં મ્યુ. કમિશ્નરે કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
https://youtu.be/UlJsjWFpG8M
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોર્પોરેટર વશરામ સાગઠિયા ભારે ગુસ્સામાં છે. અને આસી. કમિશ્નરને ગાળો ભાંડી આક્રોશ વ્યક્ત કરે છે. જેને પગલે તેઓ પોતાની ઓફિસમાં ચાલ્યા જાય છે. જો કે વશરામ સાગઠિયા ત્યાં પહોંચીને કોંગી કોર્પોરેટરોને આમંત્રણ નહીં મળવા અંગે સવાલ કરે છે. જવાબમાં આસી. કમિશ્નર વોર્ડ ઓફિસરની નવી નિમણુંક હોવાથી તેની ભૂલ થઈ હોવાનું જણાવી સાગઠિયાને શાંત કરે છે. જો કે સાગઠિયા વોર્ડ ઓફિસરને તાત્કાલિક બોલાવવાનું કહે છે. અને આસી. કમિશ્નર તે થોડીવારમાં આવનાર હોવાનું જણાવી રહ્યા છે.
બાદમાં કોર્પોરેટર વશરામ સાગઠીયાએ મ્યુ. કમિશ્નરને જણાવ્યું હતું કે, આજે વોર્ડ નંબર 15માં કોર્પોરેશનનો વેકસીનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ ઓફિસર તરીકે થોડા સમય પહેલા નોકરી પર હાજર થયેલ તેમજ ભાજપની છત્રછાયા નીચે રહેનાર તેના આજ્ઞાંકિત દ્વારા સ્થાનિક કોંગ્રેસનાં કોર્પોરેટરોને જાણ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં અહીં સ્થાનિક કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતાને આમંત્રણ વિના જ ભાજપ વોર્ડ પ્રમુખ અને પ્રભારી તેમજ આખી સંગઠન બોડીને ફોન કરીને બોલાવી હતી.
સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરની બાદબાકી દ્વારા કાર્યક્રમ યોજી ભાજપ પોતાની પ્રસિધ્ધીની ભૂખ ભાંગવા માંગે છે. જેમાં આ ઓફિસરે સહયોગ કર્યો છે અને અમારા વોર્ડમાં અમોને જ સવારે 9 ને 10 મિનિટે ફોન કરી 9ને 30 મિનિટના કાર્યક્રમમાં હાજર રહેવા કહેવાયુ હતું. તેમજ અમે ત્યાં પહોંચ્યા પહેલા એએમસી (આસી. કમિશ્નર)ની હાજરીમાં ભાજપના કાર્યકરો કાર્યક્રમ કરી 9:30 વાગ્યે નિકળી ગયા હતા. આ સ્થાનિક કોર્પોરેટરો અને વોર્ડની પ્રજાનું અપમાન છે. ત્યારે વોર્ડ ઓફિસર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ધરણા કરીશું. જો કે મ્યુ. કમિશ્નરે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.