• દરેક બુથ ઉપર આરોગ્ય લક્ષી કામગીરી માટે મનપાના 445 હેલ્થ વર્કસ અને 250 એજન્સીના માણસો સહિતનો સ્ટાફ તૈનાત
  • સમગ્ર કામગીરીની દેખરેખ માટે નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી
  • કોરોના પોઝીટીવ કેસ હોય અને સારવાર લઈ રહ્યા હોય તેવા કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે

WatchGujarat આગામી તારીખ 21નાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોય તૈયારીને આખરી ઓપ આપીને નોડલ ઓફિસર તરીકે આરોગ્ય અધિકારી ડો.પકંજ પી. રાઠોડની નિમણુંક કરી છે. જ્યારે 11 લાખ હેન્ડ ગ્લોઝ અને 2000 લીક્વીડ શોપ જિલ્લા વહીવટી તંત્રને ફાળવી દેવામાં આવ્યા છે. તેમજ દરેક બુથ ઉપર આરોગ્ય લક્ષી કામગીરી માટે મનપાએ 445 હેલ્થ વર્કસ અને 250 એજન્સીના માણસો સહિતનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. અને લગભગ બધી તૈયારી કરી લેવામાં આવી છે.

મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ, 11 લાખ સીંગલ યુઝ હેન્ડ ગ્લોઝ તેમજ 2000 લીક્વીડ શોપ અને પીપીઈ કીટ, થર્મલ ગન, સેનેટાઈઝર સહિતનું મટીરીયલ તૈયાર કરી વહીવટી તંત્રને ફાળવવામાં આવ્યું છે. સમગ્ર કામગીરીની દેખરેખ માટે નોડલ ઓફિસર તરીકે ડો.પંકજ પી. રાઠોડની નિમણુંક કરવામાં આવી છે. મતદાન સમયે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે એક કલાકનો સમય ફાળવવામાં આવશે. આ દરમિયાન મતદારને પીપીઈ કીટ પહેરાવવામાં આવશે. તેમજ ત્યાં ઉપસ્થિત ચુંટણી સ્ટાફને પણ પીપીઈ કીટ પહેરાવી કોરોના ગાઈડલાઈનનાં પાલન સાથે મતદાન કરાવવામાં આવનાર છે.

21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણીનું મતદાન હોવાથી નિયમ મુજબ સવારથી શહેરીજનો માટે દરેક કેન્દ્રો ઉપર મતદાન શરૂ થઈ જશે. જ્યારે કોરોના પોઝીટીવ કેસ હોય અને સારવાર લઈ રહ્યા હોય તેવા કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે. તેમના માટે એક કલાકનો સમય દરેક બુથ ઉપર ફાળવવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે પોઝીટીવ દર્દી મતદાન કરી શકશે. જો કે ચુંટણી દરમિયાન દરેક મતદાન કેન્દ્રો ઉપર ચુંટણીના સ્ટાફ દ્વારા મતદારનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે, અને દરેક મતદાન કેન્દ્રો ઉપર લીક્વીડ શોપ રાખવામાં આવશેે. જેના થકી મતદાર પોતાના હેન્ડ વોશ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 998 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે 991 બુથ તૈયાર કરવામાં આવ્યા છે. તા.21ના રોજ શહેરમાંથી કુલ 10,93,991 મતદારો મતદાન કરશે. મતદાન કરતી વખતે સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જેમાં તમામ મતદાન મથક ઉપર બે મિટરના અંતરે સફેદ કલરના સર્કલ બનાવવાનું શરૂ કરાયું છે. આથી તમામ મતદારોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સર્કલમાં ઉભા રહી ગાઈડલાઈનનું પાલન કરવાનો તંત્રએ અનુરોધ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud