• તાજેતરમાં શરૂ થયેલો ટ્રાન્સજેન્ડર મેહુલ ઉર્ફે પાયલ અને કિન્નરો વચ્ચેનો વિવાદ પૂરો થવાના કોઈ એંધાણ હજુ પણ દેખાતા નથી
  • અગાઉ પાયલે પોતાનું અપહરણ કરી અને કિન્નરોએ માર મરાયાનાં આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરી હતી
  • કિન્નરોએ પોતાના ગુરુનું અપમાન થયાના આક્ષેપ સાથે માલાવીયાનગર પોલીસ મથકે નિર્વસ્ત્ર થઈ હોબાળો કર્યો હતો

WatchGujarat તાજેતરમાં શરૂ થયેલો ટ્રાન્સજેન્ડર મેહુલ ઉર્ફે પાયલ અને કિન્નરો વચ્ચેનો વિવાદ પૂરો થવાના કોઈ એંધાણ હજુ પણ દેખાતા નથી. અગાઉ પાયલે પોતાનું અપહરણ કરી અને કિન્નરોએ માર મરાયાનાં આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ કિન્નરોએ પોતાના ગુરુનું અપમાન થયાના આક્ષેપ સાથે માલાવીયાનગર પોલીસ મથકે નિર્વસ્ત્ર થઈ હોબાળો કર્યો હતો. ત્યારે આજે ફરીવાર કિન્નરોએ એ-ડિવિઝન પોલીસમાં રજૂઆત કરી છે. જેમાં કિન્નરોએ ‘અમારું અમારા સમાજ સિવાય બીજું કોઈ નથી માટે અમારો સાથ આપો’ તેવું જણાવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.

આજે મોટી સંખ્યામાં કિન્નરો એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. અને લેખિત અરજી આપી ન્યાય આપવાની માંગ કરી છે. અરજીમાં તેઓએ જણાવ્યું છે કે, મેહુલ ઉર્ફે પાયલ અસલી કિન્નરોને બદનામ કરે છે. પાયલ દ્વારા કરાયેલો માર મારવાનો આક્ષેપ પણ તદ્દન ખોટો છે. એટલું જ નહીં અમારી પાસે એ વાતની સાબિતી પણ છે. અને એટલે પોલીસમાં અરજી કરવા પહોંચ્યા છીએ. જો અમે ખોટા હોઈએ તો પોલીસમાં રજૂઆત શા માટે કરીએ ? ત્યારે પોલીસે આવા ખોટા લોકોનું રક્ષણ કરવાને બદલે અમારી પણ મદદ કરવી જોઈએ. કારણ કે, અમારું અમારા સમાજ સિવાય બીજું કોઈ નથી’

વધુમાં કિન્નરોએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ સાવ ખોટી બાબતો વાયરલ થઈ રહી છે. અને અમારા સમાજને બદમનામ કરવામાં આવી રહ્યો છે. આ પાયલ વ્યક્તિ જ ખોટો છે, તે પુરુષ હોવા છતાં સ્ત્રીઓના કપડાં પહેરી કિન્નર હોવાનો સ્વાંગ રચી ઉઘરાણા કરે છે. માટે તેને રાજકોટ બહાર ધકેલી દેવો જોઈએ. એટલું જ નહીં ગોંડલ ચોકડી અને ગ્રીન લેન્ડ ચોકડીએ આવા ઘણા ડુપ્લીકેટ કિન્નરો ફરે છે. આનાથી અમારો સમાજ ખૂબ બદનામ થાય છે. ત્યારે ખોટા કિન્નર બની ફરનારાઓને દંડ સહિત સજા આપવાની માંગ પણ કિન્નરોએ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાયલ રાઠોડે કહ્યું હતું કે, પોતે ટ્રાન્સવુમન છે, પેઇન્ટિંગ કરી ગુજરાન ચલાવે છે, કિન્નરોના ગુરુનું પોતે કોઈપણ રીતે અમપાન કર્યું ન હોવા છતાં તેની માફી માગવાની જીદ કરી તેને મારકૂટ કરવામાં આવી હતી. તો પુના રહેતી ટ્રાન્સ એક્ટિવિસ્ટ દામિની સિન્હાએ કહ્યું હતું કે, પાયલ રાઠોડ મહિલા છે, તેણે ઓપરેશન કરાવ્યું નથી તેનો અર્થ એ નથી કે તેને મહિલા તરીકે જીવવાનો અધિકાર નથી. કિન્નરો પાયલ પર ખોટા આક્ષેપો કરી તેને પરેશાન કરી રહ્યા છે અને આ મામલો પોતાના ધ્યાને આવતા જ તેણે ‘જસ્ટિસ ફોર પાયલ’ ઝુંબેશ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud