શહેરનાં કોઠી કમ્પાઉન્ડ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગોને લઈને 4 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.
રેલવેના ડિવિઝનલ ઓપરેશન મેનેજર (DRM) સામે મજદૂર સંઘના રેલ કર્મચારીઓ દ્વારા હંગામો કરાયો હતો.
WatchGujarat શહેરનાં કોઠી કમ્પાઉન્ડ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. અને છેલ્લા 4 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન ગઈકાલે રેલવેના ડિવિઝનલ ઓપરેશન મેનેજર (DRM) આવતા તેની સામે મજદૂર સંઘના રેલ કર્મચારીઓ દ્વારા હંગામો કરાયો હતો. જેને લઈને RPF નાં પુરુષ કર્મચારીએ આંદોલનકારી મહિલા રેલ કર્મીને ધક્કો મારી દીધો હતો. જેને લઈને યુનિયન લીડર ભડક્યા હતા. તેમજ કહ્યું હતું કે, યુ ડફર, ધક્કો મારવાનો અધિકાર તમને કોણે આપ્યો? સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, DRM આવતા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ભારે હોબાળો કરાયો હતો. જેને રોકતી વખતે એક પુરુષ RPF કર્મચારીએ મહિલા કર્મચારીને ધક્કો મારતા જ મામલો ગરમાયો હતો. અને યુનિયન લીડરે કહ્યું હતું કે, કાયદો-વ્યવસ્થા હાથમાં ન લ્યો, નહિતર પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. તમારે અમારા મહિલા કર્મીને રોકવા જ હોય તો મહિલા પોલીસને બોલાવો, તમે પણ રેલવેના નોકર છો, આ રીતે ધક્કો મારવાનો તમને અધિકાર નથી.
https://youtu.be/s1y2B3P6nTQ
ક્યાં છે ડિવિઝનલ ઓપરેશન મેનેજર ? બોલાવો ત્યારબાદ ઉપસ્થિત રેલવે મજદૂર સંઘના કર્મચારીઓ દ્વારા 'RPF તેરી ગુંડાગર્દી, નહીં ચલેગી... અને 'DRM મુર્દાબાદ...' તથા 'DRM તુમ હોશમેં આઓ' સહિતના નારા લગાવી ઉગ્ર દેખાવો પણ કર્યા હતા.
સમગ્ર મામલે યુનિયન લીડર હિરેન મહેતાએ કહ્યું હતું કે, રેલવે મજદૂર સંઘના કર્મચારીઓ વિવિધ 6 પ્રશ્નોને લઈને DRM ઓફિસ સામે હડતાળ પર ઉતર્યા છીએ. અમારા મુદ્દાઓમાં સમયાંતરે પ્રમોશન આપવું, વિવિધ સિલેક્શનની પરીક્ષા લાંબા સમયથી લેવામાં આવી નથી, તે શરૂ કરવી, કર્મચારીઓને એરિયર્સ આપવું ઉપરાંત કર્મચારીઓને પાયાની સુવિધા જેવી કે પાણી, ટોયલેટ, બાથરૂમ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, અને ઓવર ટાઈમનું ભથ્થું ચૂકવવું વગેરે સામેલ છે. જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે. ત્યારે મહિલા કર્મચારી સાથે આ પ્રકારનું અસભ્ય વર્તન સાંખી લેવામાં નહીં આવે.