નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહન ટોઇંગ કર્યા બાદ પોલીસમેને દંડ ઉઘરાવી પહોંચ આપી વાહનચાલકને માર માર્યાનો આક્ષેપ
આવો કોઈ વિડીયો પોતાના સુધી પહોંચ્યો નહીં હોવાનું ACP દ્વારા જણાવાયુ
WatchGujarat શહેરનાં ગોંડલ રોડ પરનો એક વિડીયો હાલ વાયરલ થયો છે. જેમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહન ટોઇંગ કર્યા બાદ પોલીસમેને દંડ ઉઘરાવી પહોંચ આપી વાહનચાલકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દંડ ભરનાર વાહન ચાલક અને પોલીસ કર્મચારી વચ્ચે રકઝક ચાલી રહી છે. દરમિયાન વાહન ચાલક પૂછે છે કે લોકોને મારવાનો હક્ક તમને કોણે આપ્યો છે ? સામે પોલીસકર્મી કહે છે કે, મગજમારી નહીં કરવાની ! જો કે એસીપી દ્વારા આવો કોઈ વિડીયો પોતાના સુધી પહોંચ્યો નહીં હોવાનું જણાવાયુ છે.
રાજકોટમાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગોંડલ રોડ ઉપર કોટક બેન્ક પાસે નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરેલા પડ્યા હોય અને રસ્તામાં અડચણરૂપ હોય જેથી આવા વાહનોને ટોઇંગ કરવા માટે ટ્રાફિક પોલીસના જયપાલસિંહ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને નો પાર્કિંગમાં પડેલા વાહનો ટોઇંગ કર્યા હતા ત્યારે જ વાહનચાલકો આવી ગયા હતા અને હાજર દંડ ભરી દીધો હતો.
https://youtu.be/1ANIdTgpZ7E
જોકે દંડ ભર્યા છતાં પોલીસમેન દ્વારા વાહન ચાલકને માર મારવામાં આવ્યો હોય તેવો આક્ષેપ વાહનચાલક દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં વાહનચાલક દ્વારા જયપાલસિંહ તમે દંડ ઉઘરાવી શકો છો તમને મારવાનો અધિકાર કોણે આપ્યો છે તેવું કહેવામાં આવે છે.
સાથે જ વાહનચાલક દ્વારા રોષે ભરાઈ તમે અમને નીચે ઉતરીને મારો, કોઈ બોલતું નથી એટલે દાદાગીરી કરો છો તેવું પણ વિડીયોમાં સંભળાઈ રહ્યું છે. પરંતુ અમારી સાથે મગજમારી નહીં કરવાની તેમ કહીને ત્યાંથી રવાના થઈ જાય છે.