ઈલેક્શન ટાણે મોટી મોટી વાતો કરતા નેતાઓ વિજય મેળવ્યાબાદ લોકોના પ્રશ્નોને સાંભળવાતો દૂર ત્યાં ઉભા પણ નથી રહેતા
લોધિકા તાલુકાના પારડી ગામ ખાતે મંત્રી કુંવરજી બાવાળીયા પાણી પુરવઠાની એક યોજનાનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા
મહિલાઓએ મંત્રી પર પ્રશ્નોનો મારો ચલાવતા કુંવરજી બાવાળીયા સહિતનાઓએ ચાલતી પકડી
WatchGujarat રાજકીય નેતાઓ ઈલેક્શન ટાણે મોટી મોટી વાતો કરે છે. અમે તમારા પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ લાવશું. પણ ખરેખર ઈલેક્શન વિજય મેળવ્યા બાદ કોઈ નેતા તે પછી સ્થાનિક હોય કે કેન્દ્રનો હોય તે જોવા મળતો નથી. જયારે વોટ આપનાર જનતા પોતાના પ્રશ્નો તેમની સામે રજૂઆત કરે છે. ત્યારે તેને સાંભળવામાં આવતા નથી અથવા તો ત્યાંથી ચાલતી પકડવામાં આવે છે. આવું જ કંઈક રાજકોટમાં જોવા મળ્યું છે.
રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામ ખાતે મંત્રી કુંવરજી બાવાળીયા પાણી પુરવઠાની એક યોજનાનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા. જેમાં MLA લાખા સાગઠિયા સહિતના આગેવાનો પણ હાજર હતા. આ દરમિયાન મહિલાઓએ મંત્રી પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જેને લઈને કુંવરજી બાવાળીયા સહિતનાઓએ ચાલતી પકડી હતી. મહિલાઓના પ્રશ્નોથી ભાગી રહેલા મંત્રીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રશ્નો પૂછતી મહિલાઓનું ટોળું સ્ટેજ સુધી પહોંચી ગયું છે. તેમજ મંત્રી બાવાળીયા સહિતના આગેવાનો ત્યાંથી ચાલતી પકડી રહ્યા છે.
https://youtu.be/_uN7CzzITDg
જાણવા મળતી વિગત મુજબ, પારડી ગામે પાણીનો ગંભીર પ્રશ્ન છે. તેથી ત્યાં રહેતા લોકોને ઘરે ઘરે નળ આવે તે માટેની 'વાસ્મો' યોજના અંતર્ગત 2 કરોડના કામ મંજૂર કરાયા હતા. તેનું ખાતમુહૂર્ત કરવા માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સહિત સ્થાનિક આગેવાનો ત્યાં પહોંચ્યા હતા. કાર્યક્રમ સમયે મંત્રીએ મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરવાનું કહ્યું હતું. દરમિયાન મામલો ગરમાયો હતો. અને ગટર- કચરાના પ્રશ્નો અંગે ચર્ચા કરવા એક મહિલા સ્ટેજ સુધી આવી ગઈ હતી.
આ મહિલાઓ પૈકી એક મહિલાએ ‘નવા મકાન બન્યા ત્યાં ગટરની લાઈન આવી ગઈ અમારે ત્યા હજુ ગટર નથી નખાઈ’ તેવું કહેતા મંત્રી અને આગેવાનો ઉભા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ધીમે-ધીમે પ્રશ્નો વધુ ઉગ્ર બન્યા હતા. જેને પગલે જ બાવળિયાએ આગેવાનોને ઈશારો કરી નીકળી જવા કહ્યું હતું. જેથી ધારાસભ્ય સહિતના આગેવાનો ચાલુ કાર્યક્રમે ત્યાંથી ચાલ્યા ગયા હતા.