રાજકોટના ફાડદંગ ગામે રહીને ખેતી અને જમીનની દલાલીનું કામ કરતા વલ્લભભાઇ ખૂંટને ફોન કરી મળવા બોલાવ્યા
વલ્લભભાઇ વાડીએ પહોંચ્યા ત્યારે શિવારાજ ઉપરાંત અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રિવોલ્વોર જેવું હથિયાર બતાવીને કારમાં બળજબરીથી બેસાડીને અપહરણ કર્યું
જીવતા રહેવું હોય તો રૂ. 15 લાખ આપવા પડશે તેમ કહી 15 લાખની ખંડણી માગીને છેલ્લે રૂ. 9 લાખ આપવા જ પડશે તેવી ધમકી આપી રૂ. 3.85 લાખ પડાવી લીધા
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા તમામની ધરપકડ કરવામાં આવી
WatchGujarat. કુવાડવાના ફાડદંગ ગામે અપહરણ તેમજ ખંડણી વસુલાયાની ઘટના સામે આવી છે. જેમાં એક સગીર સહિતનાં ચાર લવરમૂછીયાઓએ એક ખેડૂતને રિવોલ્વર બતાવી અપહરણ કર્યા બાદ રૂ. 3.85 લાખ વસુલ્યા હતા. એટલું જ નહીં વધુ રૂ. 5.15 લાખ માટે ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ચારેયને ઝડપી લીધા છે. અને રિવોલ્વર સહિત તમામ મુદ્દામાલ કબ્જે લીધો છે. પ્રાથમિક તપાસમાં આ રિવોલ્વર પ્લાસ્ટિકનાં રમકડાંની હોવાનું સામે આવતા પોલીસ અધિકારીઓ પણ મરકી ઉઠયા હતા.
આ અંગેની વિગતો આપવા ડીસીપી મનોહરસિંહ જાડેજાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યા મુજબ, ફાડદંગ ગામે રહીને ખેતી અને જમીનની દલાલીનું કામ કરતા વલ્લભભાઇ ખૂંટ ગત તા. 3, જૂલાઇના રોજ ગામમાં હનુમાનજીના મંદિર પાસે હતા. ત્યારે 19 વર્ષીય શિવરાજ ધીરુભાઇ વાળા નામના ગામના જ યુવકે ફોન કરીને તેને પોતાની વાડીએ મળવા બોલાવ્યા હતા. વલ્લભભાઇ વાડીએ પહોંચ્યા ત્યારે શિવારાજ ઉપરાંત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો પણ હાજર હતા. શિવરાજે રિવોલ્વોર જેવું હથિયાર બતાવીને વલ્લભભાઇને સફેદ કલરની ક્રેટા કારમાં બળજબરીથી બેસાડીને અપહરણ કર્યું હતું. બાદમાં જુદી-જુદી જગ્યાએ લઇ જઇ તમે જમીનની દલાલીમાં ખૂબ કમાયા છો, તેમ કહી ગાળો ભાંડી હતી અને જીવતા રહેવું હોય તો રૂ. 15 લાખ આપવા પડશે તેમ કહી 15 લાખની ખંડણી માગીને છેલ્લે રૂ. 9 લાખ આપવા જ પડશે તેવી ધમકી આપી રૂ. 3.85 લાખ પડાવી લીધા હતા.
ત્યારબાદ બાકીના રૂપિયા 5.15 લાખની ઉઘરાણી માટે ધમકીઓ શરૂ થતાં ભયભીત વલ્લભાઇએ આ મામલે કુવાડવા પોલીસ મથકમાં અરજી કરી હતી. ખંડણીની લેખિત અરજી મળતા જ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. દરમિયાન શિવરાજ સહિત ચારેય કુવાડવાથી રફાળા જવાના રસ્તે પસાર થવાના હોવાની ચોક્કસ માહિતી મળતા વોચ ગોઠવીને સફેક ક્રેટા કારમાં પસાર થતા 19 વર્ષીય શિવરાજ ધીરુભાઇ વાળા, 21 વર્ષીય સૌરવ ઉર્ફે અસ.બી. બાલુભાઇ હીરાણી, 21 વર્ષનાં લાલજી ઉર્ફે આર્મીબોય સોજીત્રા અને સુરતના એક બાળ અપરાધીને અટકાયતમાં લઇ લીધા હતા.
આરોપીઓ પાસેથી રોકડા રૂ. 3.85 લાખ રોકડા તેમજ કારના આગળના ખાનામાંથી પ્લાસ્ટિકની રિવોલ્વર પણ કબજે કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓને આ ખેડૂતને દલાલીમાં મોટી રકમ મળ્યાની જાણ થઈ હતી. અને રૂપિયાની જરૂર હોવાથી શિવરાજે ઘટનાનો પ્લાન ઘડયો હતો. પોતે એકલો કામ પાર પાડી શકે તેમ હતો નહી. આ દરમિયાન જ સુરતની હોટલમાં ભાંગફોડના ગુનામાં ફરાર સૌરવ, લાલજી અને જેનીલ વાડીમાં આશરો લઇ ત્યાં છૂપાયા હોય શિવરાજે વલ્લભભાઇ પાસેથી મોટી રકમ નિકળી શકે તેમ હોવાનું કહેતા જ સૌરવે પોતે કામ ઉતારી દેશે તેમ કહી વલ્લભભાઇને બોલાવીને અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનું સામે આવ્યું છે. શિવરાજ સામે અગાઉ કુવાડવામાં ખૂનની કોશિષ અને દારૂના ગુના જ્યારે મૂળ બગસરાના અને હાલ સુરત રહેતા સૌરવ ઉર્ફે એસ.બી. સામે સુરતના સરથાણા અને પલસાણામાં ત્રણ ગંભીર ગુના નોંધાયા હોવાનું પણ જાણવા મળતા પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.