• રાજકોટ ગાડીમાં અપહરણ કરીને અનાથ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
  • સગીરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની મદદથી યુવાનોને સંપર્કમાં આવી હતી
  • પોલીસે આરોપીઓ વિરૂદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા

Watchgujarat. શહેર અને જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાનું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા શખ્સે અપહરણ કર્યું હતું. બાદમાં તેને ગોંડલ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપી સાથે રહેલા શખ્સે પણ સગીરાની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ અંગે  પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, મોવિયા ગામે રહેતી અનાથ સગીરાનું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા ગોંડલના 19 વર્ષીય વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી, તેના બે મિત્રો 21 વર્ષીય અક્ષય કિશોરભાઈ સોલંકી અને અવી મુકેશભાઈ સોલંકીએ અપહરણ કર્યું હતું. બાદમાં વિરાજે માત્ર બાર વર્ષની આ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અક્ષય સોલંકીએ અડપલા કર્યા હતા. જ્યારે અવી સોલંકી અપહરણ કરવામાં પોતાની કાર GJ03 HR 4039નો ઉપયોગ કરી મદદ કરી હતી.

ત્રણેય આરોપીઓએ દુષ્કર્મ ગુજારી સગીરાને આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી. આરોપી પૈકી વિરાજ ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે , અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે. જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે હાલ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud