• શહેરમાં અનેક કિસ્સાઓમાં સેવાભાવી સંસ્થા દ્વારા સરાહનીય કામગીરી કરવાના કિસ્સા સામે આવ્યા છે
  • 300 કિલો વજન ધરાવતા મહિલાના તેમના પુત્ર સાથે રહેતા, પતિ દુબઇમાં કામ કરે છે
  • 13 વર્ષનો પુત્ર માતાની સેવા કરતો હતો
  • સરલાબેન અંગે પડોશીઓ દ્વારા જ સાથીસેવા ગ્રુપને જાણ કરવામાં આવી હતી

WatchGujarat. સાથીસેવા ગ્રુપની વધુ એક સરાહનીય કહી શકાય તેવી કામગીરી સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં પખવાડિયાથી રૂમમાં બંધ 300 કિલો વજન ધરાવતા મહિલા સરલાબેનનું પેટ ફાટતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાથીસેવા ગ્રુપ દ્વારા મહિલા માટે ત્રણ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પણ એમ્બ્યુલન્સમાં તેમને લઈ જવા શક્ય નહીં હોવાથી ફાયર બ્રીગેડની ગાડી દ્વારા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા. પ્રાથમિક જાણકારી અનુસાર સરલાબેનનાં પતિ દુબઇમાં મજૂરી કામ કરે છે. અને 13 વર્ષની ઉંમરે તેનો દિકરો તેમની સેવા કરી રહ્યો હતો.

આ અંગે જલ્પાબેને જણાવ્યું હતું કે, એક પછી એક ત્રણ એમ્બ્યુલન્સ મગાવી પણ બહેનનું વજન વધારે હોવાથી લઇ જઇ શકાયા નહીં. આખરે રાજકોટ ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવાઇ અને તેમની ગાડીમાં હોસ્પિટલે ખસેડાયા હતા. સરલાબેન 15 દિ અગાઉ હાલતા-ચાલતા હતા. અમે ઇચ્છીએ છીએ કે તેઓ ફરી જલ્દીથી સ્વસ્થ થઈ જાય. પરંતુ તેમનું પેટ ફાટી જવાને કારણે પગ સુધીનું શરીર સડી ગયું હોય જલ્દી સ્વસ્થ થવાની શક્યતા ઘણી ઓછી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સરલાબેન ગજબની હિંમત ધરાવે છે. પગ સુધીનું શરીર ઉપરાંત હાથનો ભાગ પણ સડી જવા છતાં હસતાં મોઢે જીવન જીવી રહ્યા છે. તો પતિ દુબઈમાં મજૂરીકામ કરતા હોવાથી આવી શકે તેમ નહીં હોવાથી હરવા-ફરવા અને રમવાની ઉંમરનો તેનો 13 વર્ષનો પુત્ર માતાની યથાશક્તિ સેવા કરતો હતો. આ પ્રકારનાં દ્રશ્યો પોતે પ્રથમ વખત જોયા હોવાનું પણ જલ્પાબેને સ્વીકાર્યું હતું. સાથે જ હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હોવાનું જણાવી જરૂર પડ્યે તેમને અમદાવાદ લઈ જવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, સરલાબેન અંગે પડોશીઓ દ્વારા જ સાથીસેવા ગ્રુપને જાણ કરવામાં આવી હતી. જેને લઈ તેમને હોસ્પિટલ ખસેડવા માટે પહેલા ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી. પરંતુ તેમનું વધારે વજન અને શરીરની દયનીય સ્થિતિ જોઇ એમ્બ્યુલન્સમાં રાખવામાં મુશ્કેલી ઉભી થતી હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અને તેમની ગાડીમાં સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં પણ તેમને બેડને બદલે નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે સાથી સેવા ગ્રુપે રોષ વ્યક્ત કરતા અંતે બેડ પર સુવડાવવામાં આવ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud