6 મહિનાના રુહાનને કોરોના પોઝિટિવ આવતા તેની માતા સહિતના પરિવારના સભ્યો ખૂબ જ આઘાતમાં સરી પડ્યા
18 એપ્રિલથી 2 માર્ચ સુધી 6 મહિનાનું બાળક અને માતા પિતા તમામ લોકો હોમ આઇસોલેટ થયા
કોરોનાની સમયસર સારવાર અને પોઝિટિવ વાતાવરણ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે મેં અને મારા 6 મહિનાના બાળકે કોરોનાને મ્હાત આપી - સાનોબારબેન
WatchGujarat. ગોંડલ રોડ પર પી એન્ડ ટી કોલોની ખાતે રહેતા રમીઝ ઇબ્રાહિમનો 6 મહિનાનો પુત્ર રુહાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. 6 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા પરિવારના તમામ સભ્યો ચિંતામાં આવી ગયા હતા. આ સાથે, રુહાનના માતા પિતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ, બાદ પરિવારના સભ્યોની કોરોના સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ, 6 મહિનાનો રુહાન અને તેના માતાપિતા તમામ કોરોનામુક્ત થયા છે. જોકે, 6 મહિનાના રુહાનને કોરોના નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
6 મહિનાના રુહાનને કોરોના પોઝિટિવ આવતા તેની માતા સહિતના પરિવારના સભ્યો ખૂબ જ આઘાતમાં સરી પડ્યા હતા. 6 મહિનાના બાળક સાથે તેના માતાપિતાને પણ કોરોના પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોમાં પણ ડરનો માહોલ છવાયો હતો. પરંતુ, 18 એપ્રિલથી 2 માર્ચ સુધી 6 મહિનાનું બાળક અને માતા પિતા તમામ લોકો હોમ આઇસોલેટ થયા હતા અને આ બાદ, સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. ત્યારબાદ, સારવાર કરાતા તમામ પરિવારના સભ્યો નેગેટિવ આવ્યા હતા.
6 મહિનાના રુહાનને પોઝિટિવ આવતા તેની માતાને સૌથી વધુ ચિંતા હતી. જોકે, રુહાનને યોગ્ય સારવાર મળી જતા તેણે કોરોનાને હરાવ્યો હતો. જેને લઈને તેની માતા સાનોબારબેને લોકોને અપીલ કરી હતી કે, કોરોનાની સમયસર સારવાર અને પોઝિટિવ વાતાવરણ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે મેં અને મારા 6 મહિનાના બાળકે કોરોનાને મ્હાત આપી છે. ત્યારે લોકો ગભરાયા વિના નિયમોનું પાલન કરે તે જરૂરી છે.