WatchGujarat. મનપાની ચૂંટણીમાં પ્રથમ વખત તમામ 72 બેઠક પર ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ આજે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ જો મનપામાં જો શાસન આવશે તો જુદા-જુદા 51 વચનો પુરા કરવામાં આવશે. જેમાં પાણી અને વ્યવસાય વેરો નાબૂદ કરી મકાન વેરો અડધો કરવાનું, મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાથે વિકલાંગોને સિટી બસમાં ફ્રી મુસાફરી સહિતના વચનો આપવામા આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણથી માંડી, આરોગ્ય, પર્યાવરણ, પાર્કિંગ અને જાહેર પરિવહન, જેવા વિવિધ 9 મુદ્દાઓને આવરી લેવાયા છે. અને લોકોને અનેક ફાયદાઓ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ મુદ્દે અપાયેલા વચનો

1.) શિક્ષણ

મનપા સંચાલિત સરકારી કોલેજ અને પોલીટેકનિક કોલેજ બનાવાશે, મનપાની બધી શાળાનું નવીનીકરણ કરાશે તેમજ દિલ્હીની જેમ આંગણવાડીને હેપીનેસ ક્લાસમાં પરિવર્તિત કરાશે. ઉપરાંત સ્ટાર્ટઅપ હબ અને આઇ.ટી. પાર્ક સહિત ઇ-લાયબ્રેરી બનાવવામાં આવશે.
(2) આરોગ્ય
આરોગ્ય સુવિધા માટે દિલ્હીની જેમ મહોલ્લા ક્લીનીક ખોલાશે. ઝોનવાઇઝ સરકારી લેબ બનશે. જેમા લોહી, પેશાબ, સિટી સ્કેન, એમ.આર.આઇ, સોનોગ્રાફી અને એક્સ-રે સહિતની સુવિધાઓ નિ:શુલ્ક અપાશે. સાથે જ મનપા સંચાલિત 25-50 બેડની અત્યંત આધુનિક હોસ્પિટલો બનાવવામાં આવશે.
3) વેરાઓ
વેરાઓ મુદ્દે મહત્વની રાહતો જાહેર કરવામાં આવી છે. જેમાં પાણીવેરો તેમજ વ્યવસાય વેરો સંપૂર્ણ રદ થશે. અને ઘરવેરામાં 50% રાહત આપવાનું વચન આપવામાં આવ્યું છે.
4.) પર્યાવરણ
મેનિફેસ્ટોમાં જણાવ્યા મુજબ, તમામ રોડ ડિવાઇડરમાં આર્યુવેદિક મહત્વ ધરાવતા વૃક્ષો રોપાશે. વોંકળાઓને ઢાંકી તેના પર લારી-પાથરણાવાળા નાના ધંધાર્થીઓની બજાર બનાવાશે.
5.) પાર્કિંગ અને જાહેર પરિવહન
દિલ્હીની જેમ સિટી બસમાં મહિલાઓ અને વિકલાંગો માટે ફ્રી મુસાફરી અપાશે. તમામ પે એન્ડ પાર્કિંગ મફત કરી દેવાશે. બીઆરટીએસ અને સિટી બસના નેટવર્કની કનેક્ટિવિટી વધારવામાં આવશે.
6.) જન સુવિધાઓ
જે તે વોર્ડમાં લતાવાસીઓની મીટીંગ રાખીને બજેટના કામની યાદી બનશે. મહિનાઓમાં અમુક રવિવાર અને અમુક દિવસોમાં મોડીરાત સુધી મનપાની ઓફિસ ચાલુ રખાશે. જેથી લોકોએ સરકારી કામ માટે રજા ન પાડવી પડે. દર અઠવાડિયે નિયત કરેલા દિવસે કોર્પોરેટરો વોર્ડ ઓફિસમાં હાજર રહેશે. જેથી લોકપ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થઇ શકશે.
7.) પાણી અને બાંધકામ
પાણી વેરો સંપૂર્ણ માફ કરવાની સાથે-સાથે વર્ષો જુની પાઈપ લાઇન બદલી નવી આધુનિક પાઈપલાઈન પણ નાખવામાં આવશે. જેથી પાણી વિતરણ વારંવાર ઠપ્પ ન થાય.
ઇમ્પેક્ટ ફી ભરાઇ ગઇ હોય તેવા બાંધકામને સર્ટીફિકેટ ઓફ રેગ્યુલરાઇઝેશન(સી.ઓ.આર.) કરી આપવામાં આવશે.
8.) ભ્રષ્ટાચાર મુક્તિ અને પારદર્શિતા
મનપાના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની મિટિગનું ફેસબુક અને યુટ્યુબમાં લાઇવ કરાશે. જનરલ બોર્ડની બેઠકો જાહેર જનતા વચ્ચે યોજાશે. મનપાના વહીવટ કે અધિકારીઓ અંગેની ફરિયાદ કરવા ટોલ-ફ્રી નંબર જાહેર કરવામાં આવશે.
9.) સાંસ્કૃતિક અને રમત ગમત
બગીચાઓ, રમત ગમતના મેદાન, જીમ, સ્વીમીંગ પુલ વગેરેમાં વધારો કરી તેનુ આધુનિકરણ કરાશે. અને દરેક ઝોનમાં સ્પોટર્સ કોમ્પ્લેક્સ બનશે. કોમ્યુનિટી હોલના ભાડામાં ધરખમ ઘટાડો કરી દેવાશે. દરેક વોર્ડમાં જીમ સાથે મહિલાઓ માટે ખાસ સ્પોટર્સ કોમ્પ્લેક્સ બનશે.
આ ઉપરાંત રખડતા પશુઓ માટે એનીમલ હોસ્ટેલ બનાવાશે. સ્થળાંતરીત મજૂરોની નોંધણી કરી તેના માટે રહેવાની, અને તેના બાળકોને ભણતર – આરોગ્યની સુવિધા પુરી પાડવામા આવશે. કોર્પોરેશનની આવકના સોર્સ વધારીને ભ્રષ્ટાચાર અટકાવવામાં આવશે. તેમજ કોઇપણ વહીવટી નિર્ણય માટે પણ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓનું માર્ગદર્શન લઇને તેમને સાથે રાખવાની સાથે મનપાનાં વિવિધ વિભાગોમાં ખાલી રહેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવાની જાહેરાત પણ આમ આદમી પાર્ટીનાં મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud