• અકસ્માતમાં 3 વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ જતા હાઇવે પર મોતની કિલકારી ગુંજી ઉઠી
  • લોકોના ટોળેટોળા એકઠા થઇ જતાં ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા

#Rajkot - ગોંડલ નજીક કાર-ટ્રક વચ્ચે જોરદાર ટક્કરને કારણે બંને વાહનોમાં આગ, ત્રણ જીવતા ભૂંજાયા, VIDEO

WatchGujarat. ગોંડલ નજીક બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. બંને વાહનો વચ્ચેની જોરદાર ટક્કરને કારણે કાર અને ટ્રકમાં પણ ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં 3 વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ જતા હાઇવે પર મોતની કિલકારી ગુંજી ઉઠી છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. તેમજ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો છે. જ્યારે મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લોકોએ કેમેરામાં કેદ કરી લેતા તેનો હૈયું હચમચાવતો વિડીયો સામે આવ્યો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી છે. જેને લઈને લોકોના ટોળેટોળા એકઠા થઇ જતાં ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા છે. તો સળગી રહેલા વાહનોમાં ધડાકા થતા પણ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા ફાયર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાં ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને લોકો જોતા જ રહી ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે કોઈ નજીક જઈને મૃતકોને બચાવવાનો પ્રયાસ પણ કરી શક્યા નહોતા.

#Rajkot - ગોંડલ નજીક કાર-ટ્રક વચ્ચે જોરદાર ટક્કરને કારણે બંને વાહનોમાં આગ, ત્રણ જીવતા ભૂંજાયા, VIDEO

જાણવા મળતી વિગતો મુજબ, વહેલી સવારે 7:30 આસપાસ બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક તેમજ કાર બંને સામસામાં ભટકાતા ધડાકાભેર સળગી ઉઠ્યા હતા. આ અકસ્માતમાં કાર બળીને ખાખ થઈ જતા કારમાં બેઠેલા 3 વ્યકતિ કારની અંદર જ જીવતા બળી જતા ત્રણેયનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટના અંગે જાણ થતાં ગોંડલ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ પણ મેળવી લેવાયો છે. જોકે બંને વાહનોમાં લાગેલી આગ નું કારણ હજુ જાણી શકાયું નથી. બીજીતરફ પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

More #ગોંડલ #Accident #car #truck #3burned #highway #jam #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud