સાંઢિયા પુલ પાસે આવેલા બગીચા નજીક ટ્રાફિક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ વાહન ચાલક પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડ જવાનોનાં વાહન બતાવે છે
તેમજ કેટલાક વાહનોમાં નંબર પ્લેટ નહીં હોવાનું અને અમુક વાહનમાં નંબર વિનાની પ્લેટ હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું
વાયરલ થયેલા વિડિયોમાં પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી પણ જોવા મળી રહ્યા છે
WatchGujarat. શહેરમાં નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ બન્યા હોય તેવા અનેક કિસ્સાઓ વારંવાર સામે આવે છે. ત્યારે આ વાત સાબિત કરીને પોલીસની પોલ ખોલી નાખતો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં સાંઢીયા પુલ પાસે પોલીસે એક વાહન ચાલકને પોલીસે નંબર પ્લેટ મુદ્દે રોકીને ફાઇન ભરવા જણાવ્યું હતું. પરંતુ આ વાહન ચાલકે ત્યાં જ પાર્ક કરેલા પોલીસનાં ત્રણ-ત્રણ વાહનોની નંબર પ્લેટ નંબરને બદલે જાતિ આધારિત લખાણ લખેલી હોવાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
https://youtu.be/pihGGp4rVGQ
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ વાહન ચાલક પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડ જવાનોનાં વાહન બતાવે છે. જેમાં જુદા-જુદા ત્રણેક વાહનોમાં જાતિ આધારિત લખાણ લખવામાં આવ્યા છે. તેમજ કેટલાક વાહનોમાં નંબર પ્લેટ નહીં હોવાનું અને અમુક વાહનમાં નંબર વિનાની પ્લેટ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અને વાહન ચાલક પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યો છે કે, એક તરફથી નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટ વાળા ચાલકોને પોલીસ દંડ ફટકારી રહી છે. બીજીતરફ પોલીસને કોઈપણ નિયમો લાગુ નહીં પડતા હોવાનું જણાય રહ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, સાંઢિયા પુલ પાસે આવેલા બગીચા નજીક ટ્રાફિક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું. જેમાં પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકી તેમની પાસેથી જરૂરી કાગળો માંગવામાં આવતા હતા. સાથે ટ્રાફીક નિયમનાં ભંગ બદલ દંડ ફટકારાઈ રહ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત છે કે, આ જ સમયે નિયમનનું પાલન કરાવી દંડ ફટકારનારા અધિકારીઓ તેમજ બ્રિગેડના જવાનોનાં વાહનો પૈકી એક પોલીસ લખેલ બાઇકમાં નંબર પ્લેટ નહોતી. તો એક વાહનમાં તો નંબર પ્લેટમાં કોઈપણ જાતનું લખાણ ન હોવાનું સામે આવ્યું હતું. અને અન્ય એક વાહનમાં તો જાતિ આધારિત લખાણ લખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલા વિડિયોમાં પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી પણ જોવા મળી રહ્યા છે. અને યુવક તેમને કહે છે કે, તમારા સ્ટાફનાં વાહનોમાં પણ નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. ત્યારે પીઆઈ કક્ષાના અધિકારી કાયદાનો કોઈ ખોફ જ ન હોય તેમ યુવકને કહે છે કે, આરામથી વિડીયો ઉતારી લો. તો અન્ય કોઈ એક બાઈક નવું હોવાથી તેમાં નંબર નહીં હોવાનો બચાવ કરતા હોવાનું સાંભળી શકાય છે. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ સામાન્ય માણસ સામે દંડો પછાડતા ઉચ્ચ અધિકારીઓની ઉંઘ ઉડશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.