• જિલ્લાના તમામ તાલુકા મથકે ક્લાસ-1 અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે મોનીટરીંગ અને લાઈઝનની કામગીરી કરી રહ્યા છે – અધિક કલેક્ટર પરીમલ પંડયા
  • ગઈકાલે સવારથી રાત સુધીમાં કાચા મકાનોમાં સમગ્ર જિલ્લાના કુલ 12,450 લોકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું
  • રાતભર વરસેલા વરસાદને કારણે રાજકોટનો આજી 2 ડેમ ઓવરફ્લો થયો

WatchGujarat. હવામાન વિભાગની આગાહી અનુસાર જ તાકતવર તૌકતે સૌરાષ્ટ્ર સાથે ટકરાયું હતું. જેમાં ભારે પવન સાથે ઉના સહિત સર્વત્ર 3થી8 ઇંચ વરસાદ પણ ખાબક્યો છે. ભારે પવનને કારણે ઠેર-ઠેર અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા શહેરો સહિત અનેક ગામનો વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. જો કે તમામ તંત્ર સતત ખડેપગે છે. અને જે-તે જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓ અને ખુદ મુખ્યમંત્રી સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે. તંત્રની સતર્કતાને કારણે હજુસુધી કોઈ જાનહાની થઈ નથી.

રાજકોટ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે જિલ્લા પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન ઉપરાંત જિ. વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાના વડપણ હેઠળ કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો અધિક કલેક્ટર પરીમલ પંડયાના જણાવ્યા અનુસાર જિલ્લાના તમામ તાલુકા મથકે ક્લાસ-1 અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે મોનીટરીંગ અને લાઈઝનની કામગીરી કરી રહ્યા છે. જેમાં ગઈકાલે સવારથી રાત સુધીમાં કાચા મકાનોમાં સમગ્ર જિલ્લાના કુલ 12,450 લોકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારના પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના આગોતરા – સુદ્રઢ આયોજનને કારણે હાલ સુધી કોઈ જ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો નથી.
જાણો સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
બગસરામાં 8 ઇંચ
ઉનામાં 7 ઇંચ
પાલિતાણામાં 6 ઇંચ
ગઢડામાં 4 ઇંચ
રાજકોટમાં 3 ઈંચ
આજી-2 ઓવરફ્લો, વેપાર-ધંધા બંધ, પોલીસ કમિશ્નર ખુદ ફિલ્ડમાં ઉતર્યા
ઉલ્લેખનીય છે કે, રાતભર વરસેલા વરસાદને કારણે રાજકોટનો આજી 2 ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈ
ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. આ ડેમમાંથી પડધરી સહિતના વિસ્તારોમાં સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે. ડેમ ઓવરફ્લો થતા કાંઠાળા વિસ્તારમાં આવતા 10 ગામોને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. બીજીતરફ શહેરમાં તમામ વેપાર-ધંધા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા છે. અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ખુદ ફિલ્ડમાં ઉતરી કામ સિવાય બહાર નીકળતા લોકોને ઘરમાં મોકલી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થતા મનપા તંત્ર દ્વારા રસ્તા પરથી વૃક્ષો હટાવવા કામગીરી કરવામાં આવી રહી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud