• મોબાઈલ અને ઇન્ટરનેટના આધુનિક સમયમાં મનપાએ ફરી જૂની પધ્ધતિથી કામ કરવાનો નિર્ણય લેતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
  • વોકિટોકીના ઉપયોગથી અધિકારીઓ ફિલ્ડમાં રહેલા સ્ટાફ સાથે વાત કરી શકશે

#Rajkot - રાજકોટ મનપા કરશે વોકિટોકીનો ઉપયોગ, વાયરલેસ સિસ્ટમ શરૂ કરવા માટે કામગીરી શરૂ

WatchGujarat. મહાનગરપાલિકા દ્વારા વોકિટોકીનો ઉપયોગ શરૂ કરવામાં આવનાર છે. આ માટે ખાસ વાયરલેસ સિસ્ટમ શરૂ કરવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. વોકિટોકીના ઉપયોગથી અધિકારીઓ ફિલ્ડમાં રહેલા સ્ટાફ સાથે વાત કરી શકશે. તેમજ કોઇપણ વિભાગના બધા કર્મચારીઓને એકસાથે મેસેજ પાસ કરવામાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા મનપાના ફાયર બ્રિગેડ વિભાગમાં વોકિટોકી સિસ્ટમ કાર્યરત હતી. ત્યારે મોબાઈલ અને ઇન્ટરનેટના આધુનિક સમયમાં મનપાએ ફરી જૂની પધ્ધતિથી કામ કરવાનો નિર્ણય લેતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, વર્ષો બાદ ફરી મહાનગરપાલિકા વાયરલેસ સિસ્ટમ એક્ટિવેટ કરશે અને અધિકારીઓને વોકીટોકી અપાશે. જેથી ફિલ્ડમાં રહેલા અધિકારીઓનો તુરંત સંપર્ક કરી શકાય. અધિકારીઓને મેસેજ આપવા એકથી વધુ મોબાઇલ કોલ્સ કરવા પડે છે તેના બદલે કોમન મેસેજ કે સૂચના તુરંત અધિકારીઓને મળે તે હેતુથી વાયરલેસ સિસ્ટમ ફરી એક્ટિવેટ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે કર્યો છે.

વર્તમાન સમયમાં મોબાઇલ પર કોઇ કોમન મેસેજ આપવો હોય તો એક બાદ એક અધિકારીને ફોન કરી સૂચના અપાઇ છે. જેમાં સમય વેડફાય છે અને તેની કામગીરી પર અસર આવે છે. જેથી કમિશ્નર ઉદિત અગ્રવાલે વાયરલેસ સિસ્ટમ ફરી એક્ટિવેટ કરવાનું નક્કી કર્યું છે. અગાઉ ફાયર વિભાગમાં વાયરલેસ સિસ્ટમ એક્ટિવેટ હતી, પરંતુ બાદમાં મોબાઇલ આવતા આ સિસ્ટમનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો. મોબાઇલની મર્યાદા ધ્યાન પર રાખી ફરી વોકીટોકી શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્યુ છે.

More #વોકિટોકી #Rajkot #Administration #start #using #Wireless System #for communication #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud