એઈમ્સનાં 7 માળમાં મુખ્ય બિલ્ડીંગ સહિત અન્ય બિલ્ડીંગો થઈ કુલ 22 જેટલા જુદા જુદા બ્લોક બનશે
એકેડેમીક બિલ્ડીંગનાં પ્લાનમાં ઉદ્ભવેલા સવાલોનું નિરાકરણ થતા તે પણ મંજુર થવાની શક્યતા
કામગીરી ઝડપી બનાવવા એઈમ્સની સાઈટ ઉપર રૂરલ પ્રાંત અધિકારી, રૂડાના સીઈઓ, જીઈબી, આર એન્ડ બી સહિતના ખાતાના અધિકારીઓની મીટીંગ મળી
પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો ટુ-વે રોડ બનાવવા અંગેનો નિર્ણય મિટિંગમાં લેવાયો
WatchGujarat. પરાપીપળીયાની નજીક નિર્માણ પામનાર એઈમ્સનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં કુલ 22 પૈકી 21 બ્લોકનાં પ્લાન પણ મંજૂર કરાયા છે. તેમજ એઈમ્સ દ્વારા 1.39 કરોડ રૂપિયા રૂડા (Rajkot Urban Development Authority -RUDA)માં જમા કરાવી દેવામાં આવ્યા છે. હાલ સ્થળ ઉપર મીટીંગનો દોર સતત ચાલી રહ્યો છે. અને રૂરલ પ્રાંત, રૂડા, અને જીઈબી તેમજ માર્ગ-મકાનનાં અધિકારીઓ દોડધામ કરી રહ્યા છે. આગામી સપ્તાહમાં વીજલાઈનને પણ અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવનાર છે.
સમગ્ર મામલે રૂડા (Rajkot Urban Development Authority -RUDA) કચેરીનાં સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર, એઈમ્સનાં 7 માળમાં મુખ્ય બિલ્ડીંગ સહિત અન્ય બિલ્ડીંગો થઈ કુલ 22 જેટલા જુદા જુદા બ્લોક બનનાર છે. આ પૈકી અગાઉ એકેડેમીક બિલ્ડીંગ અને મેઈન હોસ્પીટલ બિલ્ડીંગના પ્લાનમાં કવેરી હતી. જોકે એકેડેમીક બિલ્ડીંગનાં પ્લાનમાં સવાલોનું નિરાકરણ થતા તે પણ આજે મંજુર થઈ જશે. તો મેઈન બીલ્ડીંગના પ્લાનમાં કવેરી સોલ્વ કરી આજે મુકવામાં આવનાર છે. અને અત્યાર સુધી બાકીનાં 21 બિલ્ડીંગનાં પ્લાન મંજૂર થયા છે.
દરમિયાન એઈમ્સ દ્વારા બિલ્ડીંગ પ્લાન-પ્રોસેસની ફી વિગેરે માટેના રૂ. 1.39 કરોડ ભરી દેવાયા છે. કામગીરી ઝડપી બને તે માટે એઈમ્સની સાઈટ ઉપર રૂરલ પ્રાંત વિરેન્દ્ર દેસાઈ, રૂડાના સીઈઓ ચેતન ગણાત્રા, જીઈબી, આર એન્ડ બી વિગેરે ખાતાના અધિકારીઓની મીટીંગ પણ યોજવામાં આવી હતી. જેમાં એઈમ્સમાં અડચણ બનતી મેઈન હેવી વીજલાઈનને આગામી સપ્તાહમાં 8 અન્ડરગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે ખાસ પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો ટુ-વે રોડ બનાવવા અંગેનો નિર્ણય પણ આ મિટિંગમાં લેવાયો છે. હાલમાં 9 મીટરનો મુખ્ય રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે.