• જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
  • અધિકારીઓએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી

#Rajkot - PMનાં હસ્તે થનાર એમ્સના ખાતમુહૂર્તનું કાઉન્ટડાઉન શરૂ, કલેક્ટર-પોલીસ વડાએ કર્યું તૈયારીનું નિરીક્ષણ

WatchGujarat. શહેરમાં નિર્માણ પામનાર એઈમ્સનું PM મોદીનાં હસ્તે આવતીકાલે ખાતમુહૂર્ત કરશે. જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેમાં આજે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તમામ પોલીસ જવાનોને યુનિફોર્મમાં રહેવા આદેશ કર્યો હતો. એઈમ્સ ખાતમુહૂર્તને લઈને માસ્ક અને સેનીટાઇઝર મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને લઈ રિહર્સલનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 100થી વધુ લોકોમાં જોડાયા હતાં.

#Rajkot - PMનાં હસ્તે થનાર એમ્સના ખાતમુહૂર્તનું કાઉન્ટડાઉન શરૂ, કલેક્ટર-પોલીસ વડાએ કર્યું તૈયારીનું નિરીક્ષણ

સાથે જ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના અધિકારીએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. સાથે જ આ કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો-અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૂટના આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. #PM Modi

ઉલ્લેખનીય છે કે, આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે શહેરના જામનગર રોડ પર ખંઢેરી નજીક 200 એકરમાં 1195 કરોડ રૂપિયાના ખર્ચે એઈમ્સનું નિર્માણ થનાર છે. જેમાં 17 જેટલા બિલ્ડિંગો પણ બનાવવામાં આવશે. આ માટેના પ્લાનમાંથી 9 પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અન્યને જલ્દી મંજૂરી મળવાની શક્યતા છે. તો એઈમ્સ સુધી જવાના બિસ્માર માર્ગોને પણ નવા બનાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

#Rajkot - PMનાં હસ્તે થનાર એમ્સના ખાતમુહૂર્તનું કાઉન્ટડાઉન શરૂ, કલેક્ટર-પોલીસ વડાએ કર્યું તૈયારીનું નિરીક્ષણ

More #AIIMS #Inauguration #PM Modi #Rajkot News #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud