ઈસ્ટ ઝોનમાં આજી ડેમ પાસે આવેલ સિંહ સંવર્ધન કેન્દ્ર પાસેથી પસાર થતી પાણીની મુખ્ય પાઈપલાઈનના વાલ્વમાં છેડછાડ કરી ચોરીનો પ્રયાસ
પાણીનો ઉંચો ફુવારો થતાં પાણીચોરો નાસી છૂટ્યા
ફુલફોર્સથી પાણી બહાર નિકળતાં આજુબાજુ રોડ ઉપર તળાવડા ભરાયા
WatchGujarat. ગરમીનો પારો 42 ડીગ્રીને પાર થઈ ગયો છે. અને પાણીની જરૂરિયાત વધવા લાગી છે. ત્યારે પાણી ચોરો પણ વખત સક્રિય બન્યા છે. આજે સવારે હડાળા ખાતેથી આજીડેમ જતી નર્મદાની મુખ્ય પાઈપ લાઈનના વાલ્વમાં છેડછાડ કરી પાણીની ચોરી કરવાનો પ્રયાસ થતા વાલ્વ તૂટી જવાને કારણે પાણીના ઉંચા ફુવારાઓ ઉડ્યા હતા. ફુલ ફોર્સથી પાણીનો વેડફાટ થતાં હજારો લીટર પાણી વેડફાયું હતું. જો કે બનાવ અંગે જાણ મનપાના વોટર વર્કસ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બનાવની તપાસ શરૂ કરી વાલ્વ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.
https://youtu.be/5yOPV04mKRM
જાણવા મળતી વિગત મુજબ શહેરના ઈસ્ટ ઝોનમાં આજી ડેમ પાસે આવેલ સિંહ સંવર્ધન કેન્દ્ર પાસેથી પસાર થતી હડાળાથી આજીડેમ આવતી પાણીની મુખ્ય પાઈપલાઈનના વાલ્વમાં છેડછાડ કરી પાણી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. દરમિયાન વાલ્વની દોરી તૂટી જવાથી લાઈનમાં ભંગાણ થયું છે. પાણીનો ઉંચો ફુવારો થતાં પાણીચોરો નાસી છૂટ્યા હતા. જોકે ફુલફોર્સથી પાણી બહાર નિકળતાં આજુબાજુ રોડ ઉપર તળાવડા ભરાયા હતા. તેમજ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ બાબતની જાણ વોટર વર્કસ વિભાગને થતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વાલ્વ રિપેરીંગ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
વોટર વર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, આજીડેમથી હડાળા વધારાનું પાણી સપ્લાય કરવા માટે આ લાઈન નાંખવામાં આવી છે. આ લાઈનમાંથી પાણી વિતરણ કરવામાં નથી આવતું. ફકત પાણીની વધઘટ બેલેન્સ કરવા માટે લાઈન નાંખવામાં આવી છે. કાયમી હડાળાથી આજી વોટર વર્કસ ખાતે પાણીની આપ-લે કરવામાં આવતી હોય છે. આ પાણીની લાઈન નિર્જન વિસ્તારમાંથી પસાર થતી હોય અનેક વખત પાણીચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે પણ વહેલી સવારે પાણી ચોરવાનો પ્રયાસ થયો હતો. જેને લઈને વાલ્વ ક્ષતિગ્રસ્ત થતાં પ્રેશરથી આવતું પાણી બહાર વહેવા લાગ્યું હતું. બાદમાં કોઈ નાગરિકે આ બાબતની જાણ વોટર વર્કસ વિભાગને કરતાં રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ પાણી ચોરોને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.