• શહેરની હકીકત સામે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા અંકડાઓતો શહેરની કંઇક અલગ જ હકીકત જણાવી રહ્યા
  • કોરોનાના કહેર વચ્ચે હવે રોજ પોઝિટિવ કેસનો આંક 600 નજીક પહોંચી જાય છે
  • કોરોનાની બીજી લહેરમાં આક્રમક રીતે લોકો કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે અને લોકોને સૌથી વધુ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે
  • તમામ નાગરીકોએ જાતે જ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરીને સરકારના કોરોનાને નાથવાના પ્રયાસોમાં સહયોગ આપવો જોઇએ

WatchGujarat. રાજકોટમાં દિવસને દિવસે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. એક તરફ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યાં છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા અંકડાઓતો શહેરની કંઇક અલગ જ હકીકત જણાવી રહ્યા છે.   ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની લાઇન જોતા કોરોનાની ભયાનક પરિસ્થિતિ વિશે અંદાજો લગાડી શકાય છે. ગત રાત્રે સિવિલમાં કોવિડ હોસ્પિટલના એન્ટ્રી પોઇન્ટથી ગ્રાઉન્ડ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઇન જોવા મળી હતી. અને  હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાથી એમ્બ્યુલન્સમાં જ દર્દીને ઓક્સિજન આપી સારવાર આપવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

એમ્બ્યુલન્સની લાઇનોને કારણે કોરોનાના કહેરનો અંદાજો લગાડી શકાય છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રે 15થી વધુ એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી હતી. કેટલાક દર્દીને પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ સ્ટ્રેચરમાં જ ઓક્સિજન આપતા લઇ જતા નજરે પડ્યાં હતા. રાજકોટની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે. જેમાં મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ હોવાનું સામે આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આક્રમક રીતે લોકો કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે અને લોકોને સૌથી વધુ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે પુરતું ઓક્સિજન ન મળવાથી દર્દીઓના મૃત્યુ થઇ રહ્યાનું સામે આવ્યું છે.

 

પોઝિટિવ કેસની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો

રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 7,95,938 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 1,07,073 RT-PCR અને 6,88,765 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં એ હદે સ્થિતિ વણસી છે કે લોકો સ્વયંભૂ ટેસ્ટિંગ કરવા માટે સામે આવી રહ્યાં છે. રોજ પોઝિટિવ કેસનો આંક 600 નજીક પહોંચી જાય છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ શહેરોમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેવા સંજોગોમાં તમામ નાગરીકોએ જાતે જ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરીને સરકારના કોરોનાને નાથવાના પ્રયાસોમાં સહયોગ આપવો જોઇએ. તમામ નાગરીકો કોવિડ ગાઇડલાઇનને અનુસરે અને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ઉંમરનાને વેક્સીન આપવામાં આવે તો સ્થિતી બગડતી અટકાવી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud