પેડ બેંકનાં માધ્યમથી સ્લમ વિસ્તારની કરોડો મહિલાઓને 'અનાયન' ચીપ સાથેના પેડનું વિતરણ કરવામાં આવશે
મહિલાઓ પિરીયડમાં હોય ત્યારે તેમને દુઃખાવો થતો હોય છે, પરંતુ 'અનાયન' ચીપ ધરાવતા પેડથી તેને નોંધપાત્ર રાહત થાય
આગામી 5 વર્ષમાં 11 કરોડથી વધુ મહિલાઓને આ ચીપ સાથેના પેડ આપવાનું લક્ષ્યાંક
WatchGujarat. માય ફ્રિડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 26 જાન્યુઆરીથી બ્લડબેંકની જેમ હવે પેડ બેંક શરૂ કરવામાં આવનાર છે. આ પેડ બેંકનાં માધ્યમથી સ્લમ વિસ્તારની કરોડો મહિલાઓને 'અનાયન' ચીપ સાથેના પેડનું વિતરણ કરવામાં આવનાર છે. આ ચીપ દ્વારા આરોગ્યને લાગતા મોટા ફાયદાઓ મળશે. હાલ 12 હજાર મહિલાઓ આ ભગીરથ કાર્યમાં જોડાઈ ચુકી છે. અને 501 દિકરીઓને દત્તક લેવામાં આવી છે. જેને એક વર્ષ સુધી 'અનાયન' પેડ આપવામાં આવનાર છે. આગામી 5 વર્ષમાં 11 કરોડથી વધુ મહિલાઓને આ ચીપ સાથેના પેડ આપવામાં આવનાર હોવાનું આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
માય ફ્રીડમ ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેતન ઓઝાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે વર્ષથી આ અભિયાન ચલાવી રહ્યાં છીએ. મહિલાઓ પિરીયડમાં હોય છે ત્યારે તેમને દુઃખાવો થતો હોય છે. પરંતુ 'અનાયન' ચીપ ધરાવતા આ પેડથી તેને નોંધપાત્ર રાહત થાય છે. આ ઉપરાંત મહિલાઓને આ સમય દરમિયાન લાગતા ઇન્ફેક્શન સામે 'અનાયન' ચીપ પ્રોટેક્શન આપે છે. સાથે-સાથે પિરીયડના પાંચ દિવસ દરમિયાન મહિલાનું એનર્જી લેવલ જાળવવામાં પણ ચીપ મદદરૂપ થતી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં વડોદરાનાં અને ટ્રસ્ટ સાથે જોડાયેલા ડો. પ્રીતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેમને એક વિચાર આવ્યો હતો કે, જો બ્લડ બેંકની માફક જ સેનેટરી પેડ બેંકની રચના કરવામાં આવે તો સમાજના તમામ લોકો અને દેશની જરૂરિયાતમંદ મહિલાઓને સુરક્ષિત જીવન જીવવામાં મદદરૂપ થઇ શકશે. આ વિચારને અમલમાં મૂકતા 26 જાન્યુઆરીથી તેમની સંસ્થા 'માય ફ્રિડમ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા દેશમાં સૌપ્રથમ 'અનાયન' પેડ બેંકની શરૂઆત કરવામાં આવશે.
તેઓ છેલ્લા બે વર્ષથી માય ફ્રિડમ મહિલા સ્વાસ્થ્ય, સ્વરોજગાર અને સ્વાવલંબન અભિયાન ચલાવી રહ્યાં છે. જેના દ્વારા તેઓ મેડિકેટેડ ટાઇપ 'અનાયન' ચીપ ધરાવતા તેમજ વિવિધ પ્રકારના હેલ્થ બેનીફીટ્સ આપતા સેનેટરી પેડ 50 હજારથી વધુ પરિવારમાં પહોંચાડી ચૂક્યા છે. અને આ કાર્ય દ્વારા 12 હજારથી વધુ મહિલાઓ રોજગાર મેળવી રહી છે. જેને લઈને તેઓ મહિલા સ્વરોજગાર એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.
પ્રીતિ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં તેમની સંસ્થામાં 12 હજાર મહિલાઓ જોડાઇ ચૂકી છે. તેઓ ઝુપડપટ્ટી વિસ્તારમાં જઇને પેડનું વિતરણ કરશે. અને એક મહિલા કે દીકરીને વર્ષભર ચાલે તેટલા પેડ આપવામાં આવશે. ખાસ કરીને જે વિસ્તારમાં મહિલા સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી તેવા વિસ્તારમાં પેડ વિતરણ કરવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. આ સાથે જ 'અનાયન' ચીપમાં નેગેટિવ આયાન હોવાથી આરોગ્યના ઘણા ફાયદાઓ મળતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.