યુનિવર્સિટી રોડ પર આવેલી દુકાનમાં ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેડ પાડી
અલગ-અલગ બ્રાન્ડની તમાકુ, ઇલેક્ટ્રિક સગડી, હુકલ અને ફોઈલ પેપર સહિતનો કુલ રૂપિયા 1.44 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
[caption id="attachment_211850" align="aligncenter" width="1280"] SOG[/caption]
WatchGujarat. શહેર એસઓજી પોલીસે હુક્કાબાર માટે ઉપયોગમાં લેવાતા સામાનનાં મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. યુનિવર્સિટી રોડ પર આવેલી દુકાનમાં ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેડ પાડી હતી. અને અલગ-અલગ બ્રાન્ડની તમાકુ, ઇલેક્ટ્રિક સગડી, હુકલ અને ફોઈલ પેપર સહિતનો કુલ રૂપિયા 1.44 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે એક આરોપીને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. #SOG
પોલીસનાં જણાવ્યા મુજબ, શહેરમાં ગેરકાયદેસર તમાકુ ઉત્પાદન તેમજ હુક્કાબારના હુક્કામા વપરાતા તમાકુ મીશ્રીત ફ્લેવર સબંધી પ્રવૃતી અટકાવવા માટે પોલીસ કમિશ્નર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને લઈને ચાલતા પેટ્રોલિંગ દરમિયાન યુનીવર્સીટી રોડ પર ફોરક્વેર પ્લાઝા બીલ્ડીંગમાં મુકાહ એલોટીક ફ્લેવર એન્ડ ફેગેરેન્સ નામની દુકાનમાં હુકકબારમાં ઉપયોગી ગેરકાયદેસર વસ્તુઓનું વેંચાણ થતું હોવાની માહિતી મળી હતી.
ઉપરોક્ત બાતમીના આધારે દરોડો પાડી હુક્કાબારમાં વપરાતી લેવાતી અલગ-અલગ બ્રાંડની તમાકુ મિશ્રીત ફ્લેવરો નંગ-1032, તેમજ હુકલ, પ્લાષ્ટીકની પાઈપ, હુક્કાના કોલસાને ગરમ રાખવા વપરાતો ફોઇલ પેપર પેકેટ નંગ-10, માટીની ચીમની નંગ-46, સ્ટેનલેસ સ્ટીલ ચીપીયા, હુક્કાના કોલસાને સળગાવવા માટે વપરાતી ઇલેક્ટ્રીક સગડી અને કોલસા સહિત કુલ 1,44,990 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. સાથે તમામ વસ્તુઓનું વેચાણ કરતા આરોપી ભવ્ય જયેશભાઇ ગંધાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
More #Banned #hukkah #material #recover #by SOG #police #before #festival #kick start #Rajkot news