ભાજપની સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને વાજતે ગાજતે ફોર્મ ભરવા લઈ જવામાં આવ્યા
ભાજપમાં ફેલાયેલી અસંતોષની આગથી આ પક્ષના 72 કટકા ક્યારે થઇ જશે તેની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને ખબર પણ નહીં પડે - ગાયત્રીબા વાઘેલા
હંમેશની માફક આ વખતે પણ પોલીસે ચૂપ રહેવાનું પસંદ કર્યું
WatchGujarat. કોર્પોરેશનની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે ભાજપ દ્વારા શહેરના બહુમાળી ચોક ખાતે તો કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે એક જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા કોરોના ભુલાયો હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો સરેઆમ ભંગ કરાયો હતો. ભાજપનાં મેયર પદના દાવેદાર ખુલ્લી જીપમાં પ્રથમ સભાસ્થળ તેમજ બાદમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તો કોંગ્રેસનાં શહેર પ્રમુખે નામ જાહેર થયા પહેલા જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ભાજપ દ્વારા 18 વોર્ડ માટે પોતાના 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે ભાજપના 72 ઉમેદવારો બહુમાળી ચોક ખાતે એકઠા થયા હતા. જ્યાં ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ તમામ 72 ઉમેદવારો પાસે પ્રજા હિતમાં કામ કરવાના શપથ પણ લેવડાવ્યા હતા. સભામાં મેયર પદના પ્રબળ દાવેદાર ખુલ્લી જીપમાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને આ સભામાં માનવ મહેરામણ ઉમટી પડતા બધા નિયમોનો ઉલળીયો થયો હતો. જો કે હંમેશની માફક આ વખતે પણ પોલીસે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું.
ભાજપની સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને વાજતે ગાજતે ફોર્મ ભરવા લઈ જવામાં આવ્યા હતા. આ માટે લગ્નની માફક ખાસ ઢોલીઓને બોલાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં ભાજપનાં નેતાઓ ઢોલીઓ પર રૂપિયા ઉડાડતા જોવા મળ્યા હતા. બાદમાં તમામ 72 ઉમેદવારોએ બપોરે 12:39 મિનિટ વિજય મુહૂર્તમાં જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી થતા રેશ્મા પટેલને ટીંગટોળી કરી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી બહાર લઈ જવાયા હતા.
બીજીતરફ કોંગ્રેસ દ્વારા શહેરના ત્રિકોણબાગ ચોકમાં જાહેરસભાનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતાં જોવા મળ્યાં હતાં. અને કેટલાક દાઢી પર માસ્ક લટકાવીને ફરતા જોવા મળ્યા હતા. જોકે ચૂંટણી ઉત્સવને લઈ પોલીસે અહીં પણ ચૂપચાપ તમાશો જ નિહાળ્યો હતો. આ તકે શહેર પ્રમુખ અશોક ડાંગરે નામ જાહેર થયા પહેલા જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
અશોક ડાંગરનાં કહેવા મુજબ, રાજકોટના વિકાસની શરૂઆત કાવાલડ રોડ અંડરબ્રિજ આપી કોંગ્રેસ કરી છે. અને વિજયી સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તેનો આભાર માનુ છું. ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરીશું. અને સુશાસન લાવીશું. ભાજપનાં આ રાજમાં લોકો આડેધડ દંડથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે અમારૂ શાસન આવશે તો દંડમાં રાહતો આપવા સાથે જ ઇ-મેમોના કેસ અમારા તરફથી વકીલ રાખી મફ્તમાં લડવામાં આવશે.
તો કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું હતું કે, ભાજપમાં ફેલાયેલી અસંતોષની આગથી આ પક્ષના 72 કટકા ક્યારે થઇ જશે તેની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને ખબર પણ નહીં પડે. સાથે તેમણે પણ આ ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદો વિશે બોલવાનું તેમણે ટાળ્યું હતું. તેમજ તેને ઘરમાં વાસણ ખખડવા સમાન ગણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા બાકી રહેલા ઉમેદવારોની યાદી સાંજ સુધીમાં જાહેર કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.