• ભાજપના વોર્ડ નં.18ના ઉમેદવાર દક્ષાબેન વાઘેલા કોર્પોરેશનની ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા
  • મારા જેવા સામાન્ય વ્યક્તિને ટીકીટ આપીને ભાજપે સાબિત કર્યું છે કે, પક્ષ ક્યારેય ઉંચ-નીચમાં માનતો નથી – દક્ષાબેન વાઘેલા
  • ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીના સેવાકીય કાર્યને ધ્યાને લઈને મારી પત્નીને ટિકિટ આપી – નટુભાઈ

WatchGujarat. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા આ વખતે ઘણા સિનિયર ઉમેદવારોને કાપીને કેટલાક નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પૈકી એક મહિલા ઉમેદવાર દક્ષાબેન નટુભાઈ વાઘેલા સાવ સામાન્ય ઘરમાંથી આવે છે. આ મહિલાનાં પતિ વર્ષોથી રીક્ષા ચલાવવાની સાથે પક્ષની સેવા કરતા હોવાથી તેના પત્નીને આ તક આપવામાં આવી છે. અને દક્ષાબેન પણ જીત મેળવીને તેમના વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ  ઉપલબ્ધ કરાવવા તત્પર બન્યા છે.

ભાજપના વોર્ડ નં.18ના ઉમેદવાર દક્ષાબેન વાઘેલા કોર્પોરેશનની ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, મારા જેવા સામાન્ય વ્યક્તિને ટીકીટ આપીને ભાજપે સાબિત કર્યું છે કે, પક્ષ ક્યારેય ઉંચ-નીચમાં માનતો નથી. આપણા વડાપ્રધાન પણ અમારા પક્ષના છે અને તેઓ પણ એક સમયે ‘ચા’ વેંચતા હતા. હાલ તો અમારા વોર્ડમાં ઘણા સમયથી પાણી-રોડ તથા ગંદકી સહિતની સમસ્યાઓ છે. ત્યારે આ ચૂંટણી જીત્યા બાદ હું વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશ. અને આગળ જતાં લોકોની વધુમાં વધુ સેવા કરવાનો નીર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી પરિસ્થિતિ પણ સાવ મધ્યમ છે એટલે હું મધ્યમવર્ગીય લોકોની બધી સમસ્યાથી સારી રીતે વાકેફ છું. અને જ્યારે પણ પ્રચાર માટે વોર્ડના વિવિધ વિસ્તારોમાં જાવ છું, ત્યારે અનેક જગ્યાએ રોડ-રસ્તા અને પાણી તેમજ ગટરની સમસ્યા જોવા મળે છે. સત્તામાં આવતા હું મારા વોર્ડના બધા નાગરિકોને પાયાની સવલતો મળી રહે તેની વ્યવસ્થા કરીશ. અને બાદમાં આ વિસ્તારમાં બાગ-બગીચા, જીમ અને લાયબ્રેરી જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પણ પ્રયાસ પણ પોતે કરવાના હોવાનું તેણે જણાવ્યું છે.

દક્ષાબેનના પતિ નટુભાઈ કહે છે કે, મારી પત્ની ગુર્જર ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને શ્યામ મહિલા મંડળના પ્રમુખ ગાયત્રી ગરબી મંડળના પ્રમુખ તરીકે સેવા આપે છે. અને અમે વર્ષોથી લોકોની સેવા કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યને ધ્યાને લઈને મારી પત્નીને ટિકિટ આપી છે. અને સાબિત કર્યું છે કે, ભાજપ કોઈપણ ભેદભાવ વગર માત્ર લાયકાત જોઈ ઉમેદવારોને ટિકિટ આપે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ મહિલા સફાઈકર્મી અને મહિલા પટ્ટાવાળાને ટિકિટ આપી છે. જેની સામે ભાજપે સ્થાનિક લેવલે કામ કરતા નાના માણસોને ટિકિટ આપી મતદારોનો દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ બંને પાર્ટીમાં કોણે કોનામાંથી પ્રેરણા લીધી છે તે કહેવું મુશ્કેલ છે. પણ ભવિષ્યમાં અન્ય પાર્ટીઓ પણ આવા વધુને વધુ ઉમેદવારોને ટીકીટ આપશે તો આવનારા સમયમાં રાજકારણમાં જડમૂળથી મોટું પરિવર્તન આવશે તે નક્કી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud