• કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ભંગ અન્યએ નહીં, પરંતુ ભાજપનાં નેતાઓએ સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં થયો
  • કાર્યક્રમમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો તદ્દન અભાવ

WatchGujarat. શહેરમાં કોરોનાને લઈ જાહેર થયેલી સરકારી ગાઇડ લાઇનનના ભંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હંમેશની માફક આ વખતે પણ કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ભંગ અન્યએ નહીં, પરંતુ ભાજપનાં નેતાઓએ સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કર્યો છે. ભાજપના એક અભિવાદન કાર્યક્રમમાં ભીડ ભેગી થઇ હતી. આ દરમિયાન માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. લોધિકા ખીરસરા ગામે નેતાઓ દ્વારા જ કોવિડની ગાઈડલાઇન ભૂલાતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

સરકારે લગ્ન પ્રસંગ અને માઠા પ્રસંગો માટે મર્યાદા નક્કી કરી રાખી છે અને નક્કી કરવામાં આવેલી સંખ્યામાં જ લોકો એકઠા થઈ શકે છે. પણ ભાજપના અભિવાદન કાર્યક્રમમાં આવી કોઈ મર્યાદા જોવા મળી નહોતી. અને જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ – મહામંત્રીઓનાં અભિવાદન સમારોહમાં 200થી વધુ લોકો એકઠા થયા હતા. જેમાં મોટા ભાગના લોકોએ ના તો માસ્ક પહેર્યા હતા, કે ના તો કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું જોવા મળ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠીયા અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ હતા ઉપસ્થિત હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના અટકાવવા સરકાર અનેક પગલા લઈ રહી છે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરનારાઓ પાસેથી આકરો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોએ જો માસ્ક પણ ન પહેર્યું હોય તો પણ તેમની પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવે છે. જો કે સરકારના આ નીતિ-નિયમો અને ગાઇડલાઇન્સ જાણે સામાન્ય લોકો માટે જ હોય તેવું લાગી રહ્યું છે.

શહેરમાં નવા કોરોના સ્ટ્રેનનો પ્રવેશ થયો હોવાની પ્રબળ આશંકાઓ ઉઠી છે. જેમાં ઇંગ્લેન્ડથી આવેલા પરિવારનાં યુવાનનો આરટી પીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે તેના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અને આ લક્ષણો નવા ટ્રેનના છે કે કેમ ? તેને લઈ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud