• વોર્ડ નં.1, 4, 5, 7, 8, 9, 10, 11, 13, 14 અને16 સહિત ભાજપની પેનલનો વિજય
  • વોર્ડ નં. 8 માં કોંગ્રેસ કરતા આપનાં ઉમેદવારે વધુ મત મેળવ્યા
  • ભાજપ દ્વારા ઠેર ઠેર વિજય સરઘસ અને આતશબાજી તેમજ મીઠાઈ ખવરાવી ઉજવણીઓ કરવામાં આવી

WatchGujarat. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં સીએમનાં હોમ ટાઉનમાં કુલ 72 પૈકી 48 બેઠકો પર ભાજપનો વિજય થતા કોર્પોરેશનમાં ભાજપનું શાસન નક્કી થઈ ચૂક્યું છે. અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનાં સુપડા સાફ થઈ ગયા છે. જેને પગલે ભાજપ દ્વારા વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અને ઠેર-ઠેર વિજય સરઘસ કાઢી આતશબાજી કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ વોર્ડ નં.1, 4, 5, 7, 8, 9, 10, 11, 13, 14 અને16 સહિત ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના સુપડા સાફ થઈ ગયા છે. એટલું જ નહીં કોંગ્રેસ અને આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થતા ભાજપ વિરોધી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજીતરફ ભવ્ય જીતને લઈને ભાજપ દ્વારા ઠેર ઠેર વિજય સરઘસ અને આતશબાજી તેમજ મીઠાઈ ખવરાવી ઉજવણીઓ કરવામાં આવી રહી છે. આ તકે નોંધનીય છે કે, વોર્ડ નં,16માં ભાજપનાં રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા થયા છે. તો વોર્ડ નં.8માં કોંગ્રેસ કરતા આપનાં ઉમેદવારે વધુ મત મેળવ્યા છે.

રાજકોટમાં ભાજપે અગાઉની ચૂંટણીનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2015ની ગત ચૂંટણીમાં ભાજપને 38 બેઠક પર જીત થઈ હતી. જ્યારે વર્ષ 2015માં કોંગ્રેસને 72માંથી 34 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તો કોંગ્રેસનો રીતસરનો સફાયો થયો છે. ભાજપ 48 બેઠક પર જીત મેળવી ચૂક્યું છે. અને બાકીની બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને ખાતું ખોલવાના પણ ફાંફા પડી ગયા છે. અને કોંગ્રેસને ચોખ્ખી 34 બેઠકોનું નુકશાન થઈ રહ્યું છે. જ્યારે આપ તો ચૂંટણી લડયું જ નથી તેવું કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય. હવે ભાજપમાંથી મેયર પદનાં દાવેદારોને લઈને અટકળો શરૂ થઈ ચૂકી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud