ચુંટણી ઢંઢેરામાંથી પ્રાથમિક સુવિધાઓની ગેરહાજરીને પગલે અનેક તર્ક વતર્ક સર્જાયા
ભાજપનાં સંકલ્પ પત્રમાં અલગ અલગ 12 મુદ્દાઓને આવરી લઇ આગામી 5 વર્ષમાં કરવામાં આવનાર કામ અંગેનો સંકલ્પ જાહેર
શહેરમાં નવા ભળેલા બધા વિસ્તારમાં નવી સુવિધાઓ આપવાનું વચન સંકલ્પપત્ર દ્વારા પ્રજાને અપાયું
WatchGujarat. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપે જાહેર કરેલા આ સંકલ્પપત્રમાં કોર્પોરેશનની પ્રાથમિક બાબતો જેવી કે, રોડ-રસ્તા-પાણી-ગટર વગેરે બાબતે કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. જેને લઈને શાસકો આખા રાજકોટની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી ચુક્યા હોવાનું માનતા હોવાની રમૂજ લોકોમાં પણ ચાલી રહી છે. જો કે ભાજપનાં સંકલ્પ પત્રમાં ફિટનેસ એન્ડ સ્પોર્ટ, આત્મનિર્ભર સ્ત્રી શક્તિ સહિતના કુલ 12 મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.
ભાજપનાં સંકલ્પ પત્રમાં અલગ અલગ 12 મુદ્દાઓને આવરી લઇ આગામી 5 વર્ષમાં કરવામાં આવનાર કામ અંગેનો સંકલ્પ જાહેર કરાયો છે. જેમાં આત્મનિર્ભર સ્ત્રી શક્તિ, ઈન્ટરનેટ, જ્ઞાન અને ગમ્મતની ભેટ, રાજકોટ યુથપોસ્ટ, વડીલ વંદના, સામાન્ય જન, નવા વિસ્તારમાં નવી સુવિધા, કળા અને સંસ્કૃતિ, વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ આરોગ્ય, ટ્રાફિક નિયમન, ફિટનેસ સ્પોર્ટ અને પર્યાવરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ આગામી 5 વર્ષ દરમિયાન શહેરમાં આ મુદ્દા પર વિકાસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. આ ઉપરાંત શહેરમાં નવા ભળેલા બધા વિસ્તારમાં નવી સુવિધાઓ આપવાનું વચન સંકલ્પપત્ર દ્વારા પ્રજાને અપાયું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આમ આદમી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો. જેમાં પાણી-વ્યવસાય વેરા માફી સહિત અન્ય તમામ કરવેરામાં 50% સુધી ઘટાડો કરવાનું વચન અપાયું હતું. સાથે જ આરોગ્ય ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે મહત્વની જોગવાઈ ફ્રી કે નજીવા દરથી આપવાનું પણ આપ દ્વારા જણાવાયું હતું. પરંતુ આજે ભાજપ દ્વારા જાહેર થયેલા સંકલ્પ પત્રમાં આ કોઈ બાબતનો ઉલ્લેખ પણ નથી. જેને લઈને લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે રંગીલા રાજકોટનાં લોકોને કોનો ચૂંટણી ઢંઢેરો પસંદ આવ્યો છે તે તો આવનારો સમય જ બતાવશે.
જાણો ભાજપનાં સંકલ્પ પત્રનાં મુખ્ય 12 મુદ્દાઓ
1.આત્મનિર્ભર સ્ત્રી શક્તિ
2.ઈન્ટરનેટ, જ્ઞાન સાથે ગમ્મતની ભેટ
3.રાજકોટ,યુથસ્પોટ,યુવકોટ
4.વડીલ વંદના
5.સામાન્ય જન
6.નવા વિસ્તારો,નવી સુવિધા
7.કળા અને સંસ્કૃતિ
8.વેપાર,વાણિજ્ય અને ઉધોગો
9.આરોગ્ય એ જ સંપત્તિ
10.ટ્રાફિક નિયમન
11.ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ
12.પર્યાવરણ