WatchGujarat. દેશભરના તમામ રાજકીય પક્ષોમાં શિસ્ત મામલે ભારતીય જનતા પાર્ટી હંમેશા મોખરે રહે છે. અને કોઈપણ કાર્યકર કે અગ્રણી નેતા જ્યારે પણ બળવાખોરી કે શિસ્તભંગ કરે છે. ત્યારે તેના વિરુદ્ધ શિસ્ત કમિટી દ્વારા કડક પગલાં લેવાતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં આદેશ અનુસાર ટીકીટ નહીં મળતા અપક્ષ તરીકે કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડીને પાર્ટીમાં બળવો કરનાર જીલ્લા ભાજપનાં 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમો કરવામાં આવ્યા છે.
જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ અરુણ નિર્મળનાં જણાવ્યા મુજબ, પ્રદેશ ભાજપની સુચના અનુસાર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા શિસ્ત સમિતિ સાથે પરામર્શ કરીને બળવાખોરોના નામો અને બળવો કરવાના તમામ કારણો જાણી જીલ્લા પરામર્શ સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને બાદમાં જીલ્લા-તાલુકા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા આગેવાનોનું લિસ્ટ
1.) ઉપલેટા તાલુકાના વિજયભાઈ પાઘડાર 
2.) ધોરાજી તાલુકામાં રાજેશભાઈ પીઠીયા
3.) જેતપુર તાલુકામાં કેશુભાઈ હીરાભાઈ સરવૈયા
4.) મનોજભાઈ ભીખાભાઈ પરમાર
5.) ઇન્દુબેન જગદીશભાઈ હીરપરા
6.) રમેશભાઈ ડાયાભાઇ વઘાસીયા
7.) વિજયાબેન ભરતભાઈ ચાવડા
8.) મનીષાબેન ભાવેશભાઈ ચાવડા
9.) જ્યોસ્તનાબેન રમેશભાઈ વઘાસીયા
10.) જયેશભાઈ ધીરુભાઈ ગોંડલીયા
11.) ગોપાલભાઈ માધાભાઈ પરમાર
12.) ભીખાભાઈ આલાભાઈ રાઠોડ
13.) કે.પી.પાદરીયા
14.) રાજકોટ તાલુકાનાં લક્ષ્મણભાઈ સિંધવ
15.) નિશીથભાઈ ખુંટ
16.) વિજયભાઈ દેસાઈ
17.) નીમુબેન દેસાઈ
18.) લોધિકા તાલુકામાં હિતેશભાઈ ખુંટ
19.) જયદેવભાઈ ભીખુભાઈ ડાંગર 
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud