• મતદારો સુધી પહોંચવા માટે રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા અવનવા કિમીયાઓ અજમાવવામાં આવતા હોય છે
  • મતદારોને કમળ આકર્ષી શકશે કે તેઓ ‘હાથ’ નો સાથ લેશે તે તો આવનારો સમય જ બતાવશે
  • પ્રચારમાં નિયમોનું કેટલું પાલન થયું છે તે ચૂંટણી અધિકારીએ જોવું રહ્યું

WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને  ભાજપ દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર જોવા મળ્યો હતો. જેમાં આજે ભાજપના ઉમેદવારો હાથમાં કમળ લઇ અને પ્રચારમાં નીકળ્યા હતા. રાજકોટ વોર્ડ નંબર 3માં વર્ષોથી લોકો કોંગ્રેસને મત આપી રહ્યા છે. તેમજ આ વોર્ડમાં કોંગ્રેસનાં ઉમેદવારો ચૂંટાતા રહ્યા છે. માટે આ વખતે ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણીએ ખાસ નવી પદ્ધતિ અપનાવી છે. ઉમેદવારો હાથમાં કમળ લઇ નિકળ્યા હતા. અને લોકોને મત માટે અપીલ હતી.

ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3માં નવા વિસ્તારો પણ ભળતા હાલ સૌથી વધુ મતદારો આ વોર્ડમાં છે. અને કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં જુના 2 ઉમેદવારો કોંગ્રેસે રિપીટ કર્યા છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાનો પણ સામેલ છે. ત્યારે અહીં કોંગ્રેસને વધુ લાભ મળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અહીં કમળ દ્વારા પ્રચાર કરાયો છે. જોકે મતદારોને કમળ આકર્ષી શકશે કે તેઓ ‘હાથ’ નો સાથ લેશે તે તો આવનારો સમય જ બતાવશે.

આ ઉપરાંત વોર્ડ નંબર 1માં ભાજપનાં પ્રચારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં રોડ પર આવેલા મોબાઈલનાં ટાવર ઉપર ભાજપનો ધ્વજ લહેરાવાયો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ વિડીયો ગાંધીગ્રામ વિસ્તારનો હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. જોકે આ પ્રચારમાં નિયમોનું કેટલું પાલન થયું છે તે ચૂંટણી અધિકારી વિચારશે. પરંતુ કેન્દ્ર અને રાજ્યમાં જેની સરકાર છે તે પક્ષને આવો જોખમી પ્રચાર શા માટે કરવો પડી રહ્યો છે ? સહિતનાં સવાલો રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. અને કંઈક અણધાર્યું પરિણામ આવવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud