• સોશિયલ મીડિયાનો રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને કાર્યકરોની સુચનાઓ મોકલવા માટે બહોળા પ્રમાણમા થઈ રહ્યો છે
  • રાજકોટ મનપાના વોર્ડ નં.11ના ભાજપના સક્રિય સભ્યોના ગ્રુપમા એવી પોસ્ટ નાખી કે આગેવાનો શરમથી પાણી-પાણી થઈ ગયા હતા.
  • એક મહિલાએ તો સંસ્કારીતા લજવાઈ હોવાનો રોષ વ્યક્ત કરીને તાકિદની અસરથી કાર્યવાહીની માંગ કરી

WatchGujarat. સોશિયલ મીડિયા એટલે એક એવી વસ્તુ કે જેનો ઉપયોગ યેનકેન પ્રકારે થઇ શકે છે. પરંતું હાલનાં યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ મહત્વપૂર્ણ રીતે જાહેરાત કરવા અથવા તો સમાચાર પહોંચાડવા માટે થાય છે. પરંતું હાલ તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ રાજકિય પક્ષો દ્વારા બહોળા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાનો રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને કાર્યકરોની સુચનાઓ મોકલવા માટે બહોળા પ્રમાણમા થઈ રહ્યો છે. વોટ્સ અપ જેવા મીડિયા જે રીતે ઉપયોગી સાબિત થઈ રહયા છે. તેવી જ રીતે તેની ખતરનાક સાઈડ અસરો પણ સહન કરવી પડે છે. રાજકોટ મનપાના વોર્ડ નં.11ના ભાજપના સક્રિય સભ્યોના ગ્રુપમા આવી જ બાબત બનતા આગેવાનો શરમથી પાણી-પાણી થઈ ગયા હતા. રાજકોટના વોર્ડ નં.11ના ભાજપના સક્રિય સભ્યોના ગ્રુપમા ગઈ કાલે રાતે અશ્લીલ સામગ્રી મૂકાતા હલચલ મચી હતી અને રાતભર ગ્રુપ એડમિન અને અન્યોએ માફામાફી કરવી પડી હતી.

રાજકોટનાં વોર્ડ નં.11 નાં 180 સક્રિય સભ્યો માટે તેમણે કરેલ કામગીરીની માહિતીનું લેવડ-દેવડ કરવા એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યુ છે અને તેમા ગઈકાલે રાતે ગોવિંદભાઈ વિરડીયા નામના જૈફ સદસ્યએ બે અશ્લીલ ફોટા પોસ્ટ કરી દેતા આ ગ્રુપમા હલચલ મચી જવા પામી હતી. આ ગ્રુપ 15 મહીલા સભ્યો ધરાવે છે. ત્યારે ઉગ્ર આક્રોશ સાથે એક મહિલા અગ્રણીએ તો નારાજ થઈને ગ્રુપમા જ તેનો આક્રોશ ઠાલવી નાખ્યો હતો કે, આવું થશે તો ભાજપની મહિલાઓ જ ભાજપના પુરૃષ સભ્યોને મારશે. જયારે અન્ય એક મહિલાએ તો સંસ્કારીતા લજવાઈ હોવાનો રોષ વ્યક્ત કરીને તાકિદની અસરથી કાર્યવાહીની માંગ કરી હતી.

આ ઘટના બની ગયાં બાદ આ ગ્રુપના એડમિન એવા આ વિસ્તારના પૂર્વ નગરસેવક રાજુભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે, મેં આખા ગ્રુપની માફી માગીને ગ્રુપ જ ડિલિટ કરી નાખ્યું છે. ગ્રુપમા જે મેસેજ મુકાયો હતો તે ગોવિંદભાઈ વિરડીયા નામના જૈફ સદસ્યએ ભૂલથી પોસ્ટ કરી નાખ્યો હતો અને તેમનું મે આ બાબતે તરત ધ્યાન દોર્યું હતુ. અને તેને પોસ્ટ ડિલીટ કરવા જણાવ્યુ હતું, પરંતું આ પોસ્ટને ડિલિટ કરવા તેણે પ્રયાસ પણ કર્યા હતા. જો કે, આ પોસ્ટ ડિલીટ ન થતા મારે તરત જ આ ગ્રુપ ડીલીટ કરાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud