• ઘરેથી નિકળ્યા બાદ યુવક પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી
  • તળાવમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા તેની ઓળખ ગુમ થયેલા યુવક તરીકે રકરાઇ
  • યુવકનું મૃત્યુ પહેલાનાં દિવસોમાં તેનું વર્તન સામાન્ય હતું કે કેમ? કોઈ સાથે ઝઘડો થયો હતો કે નહીં ? જેવા સવાલોનો જવાબ પરિવાર પાસેથી મેળવાયા

WatchGujarat. ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ રામદ્વાર સામે ખોડીયાર માતાજીના મંદીર પાછળ કૂવામાંથી યુવકની લાશ મળી આવી છે. યુવકની ઓળખ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા યુવક ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતો અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હોવાનું ખુલ્યું છે. સાથે જ તે બે દિવસથી ગુમ થયેલો હોવાનું જાણવા મળ્યું છે. યુવકના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારનાં ઘા નાં નિશાન જોવા મળતા પોલીસે હત્યા થયાની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે જુવાનજોધ યુવકની લાશ કૂવામાંથી મળતા મૃતકનાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગે જાણ થતાં ગોંડલ મામલતદાર, તેમજ ગોંડલ સિટી પોલીસનો કાફલો અને એફ.એસ.એલ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકની લાશને બહાર કાઢતા યુવકના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ ગોંડલ પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. બીજીતરફ ગોંડલ સિટી પોલીસ દ્વારા ઘટના સ્થળની નજીકમાં જે કોઈપણ જગ્યાએ સીસીટીવી છે તે તમામ જગ્યાએ ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર મામલે મૃતક યુવાનના પરિવારજનો સાથે પણ ગોંડલ પોલીસ દ્વારા હાલ વાતચીત કરવામાં આવી રહી છે. જેમાં મૃત્યુ પહેલાનાં દિવસોમાં તેનું વર્તન સામાન્ય હતું કે કેમ? કોઈ સાથે ઝઘડો થયો હતો કે નહીં ? આ સહિતની તમામ બાબતો અંગે પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં જાણવા મળ્યા અનુસાર અજયસિંહ જાડેજા 10 મિનિટમાં આવું છું કહી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ બે દિવસથી પુત્ર ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારે અચાનક તેનો મૃતદેહ મળી આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud