આજીડેમ ચોકડી પાસેની સોસાયટીમાં એક શખ્સ કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો હોવાની બાતમી મળી હતી
ડો. બી વી કક્કડ બી એસ એ એમ, એમ આઈ એમ એસ જી બી આઈ 9126 લખેલું બોર્ડ હોય ત્યાં આજીડેમ પોલીસે દરોડો પાડ્યો
ક્લિનીકમાંથી દવા, ઇન્જકેશન, રોકડ, બ્લડપ્રેશર માપવાનું સાધન સહીત સાધનો મળી આવ્યા
WatchGujarat. કોરોના કાળ વચ્ચે પણ નકલી તબીબો તેની દુકાન ચલાવી રહ્યા છે. તેમાં પણ એક બોગસ તબીબ તો સતત ત્રીજી વખત ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. સંજય સોમપુરા નામનો આ ધો. 10 પાસ તબીબ 2018માં આજી ડેમ પોલીસમાં પકડાયા બાદ નવેમ્બર 2020માં એસઓજીનાં હાથે ઝડપાયો હતો. અને ફરીથી આ તબીબે આજીડેમ ચોકડીએ ક્લિનિક શરૂ કરતા પોલીસે તેને ત્રીજી વખત પણ દબોચી લઇને રૂ. 23601નો મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગત અનુસાર, આજીડેમ પોલીસને આજીડેમ ચોકડી પાસેનાં શ્રીરામ પાર્કમાં એક શખ્સ કોઈપણ પ્રકારની ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો હોય તેવી માહિતી મળી હતી. આ બાતમી આધારે ખરાઈ કરી દવાખાનું લખેલું ક્લિનિક જોવા મળ્યું હતું. જેમાં બહાર ડો. બી વી કક્કડ બી એસ એ એમ, એમ આઈ એમ એસ જી બી આઈ 9126 લખેલું બોર્ડ હોય ત્યાં આજીડેમ પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન ક્લિનિકમાં એક શખ્સ ગળામાં સ્ટેથેસ્કોપ લટકાવીને બેઠેલો નજરે પડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે પોતે સંજય રસિકભાઈ સોમપુરા હોવાનું જણાવ્યું હતું. અને તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવાનું સર્ટિફિકેટ માંગતા તેની પાસે તેવું કોઈપણ સર્ટી નહીં હોવાનું અને ડિગ્રી વિના પોતે માત્ર આર્થિક લાભ મેળવવા સાચી ખોટી સારવાર કરી પૈસા કમાતો હોવાનું કબુલ કર્યું હતું.
આ મુન્નાભાઈ એમબીબીએસની કબૂલાતનાં આધારે પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અને ક્લિનીકમાંથી દવા, ઇન્જકેશન, રોકડ, બ્લડપ્રેશર માપવાનું સાધન સહીત કુલ રૂપિયા 2360નો મુદામાલ કબ્જે કર્યો હતો. પીએસઆઇ એમ ડી વાળાનાં કહેવા મુજબ, સંજય સોમપુરાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ 2018માં આજી ડેમ પોલીસે પકડ્યો હતો. બાદમાં ગતવર્ષે નવેમ્બર મહિનામાં એસઓજીની ટીમે પણ તેની ધરપકડ કરી હતી. અને ફરી એકવાર તે આ જ સ્થળે ક્લિનિક ચલાવતો હોવાની માહિતી સામે આવતા જ તેને દબોચી લેવામાં આવ્યો છે.