પ્લાન્ટની ચોરી કરવાની ઘટનાઓ જવલ્લેજ બનતી હોય છે
બોન્ઝાઇ પ્લાન્ટ તેના કદને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
કિમતી પ્લાન્ટની ચોરીની ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો
WatchGujarat. રંગીલા રાજકોટનાં પોશ વિસ્તારમાં ચોરીની વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર કલાકેન્દ્રમાં મયુરભાઈ ફળદુનાં ઘરની બહારથી બે મહિલા તસ્કરે બોન્સાઈ સહિતના પ્લાન્ટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ અનોખી કહી શકાય તેવી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. બંનેએ ચોરી કરેલા બોન્સાઇ વૃક્ષની વાત કરીએ તો જેમ ઉંમર વધુ હોય તેમ તેની કિંમતમાં પણ વધારો જોવા મળતો હોય છે. તેમજ આપને જાણીને નવાઈ લાગશે કે તેની કિંમત 1500થી લઈ લાખો રૂપિયા સુધી હોય છે.
https://youtu.be/AqqpHd4xmvI
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગત 2 માર્ચના રોજ વહેલી સવારે બે અજાણી સ્ત્રી એકટીવા લઈને એક ઘરની આજુબાજુ રેકી કરે છે. રેકી કરતા સમયે તે એક ઘરની પાળી ઉપરનાં બોન્સાઈ સહિતના પ્લાન્ટને જુએ છે. બાદમાં આજુબાજુમાં કોઈ જાગે છે કે કેમ તે અંગેની તપાસ કર્યા બાદ તે આ પ્લાન્ટ નજીક એકટીવા ઉભુ રાખે છે. બાદમાં આ બંને પૈકીની એક મહિલા જ એકટીવામાંથી ઉતરી બોન્સાઈ સહિતનાં 4 પ્લાન્ટની ચોરી કરી ફરાર થઈ જાય છે. લાખો રૂપિયાની કિંમતનાં પ્લાન્ટની ચોરીની આ ઘટના હાલ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.
મકાન માલિક મયુરભાઈનાં જણાવ્યા મુજબ, ચોરીની ઘટના અંગે તેમણે તારીખ 5 માર્ચનાં રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં પોલીસને આ અંગે યોગ્ય તપાસ કરવાની વિનંતી પણ કરી હતી. મારા ઘરેથી જે ચાર પ્રકારના પ્લાન્ટની ચોરી થઇ છે તે પૈકી બોન્સાઇ વૃક્ષનો ઉછેર હું છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો હતો. સામાન્ય રીતે બોન્સાઈ ઇન્ડોર પ્લાન્ટ હોવા છતાં સનલાઈટ પૂરતા પ્રમાણમાં મળે તે માટે હું તેમને અઠવાડિયામાં બે દિવસ તેમને બહાર રાખતો હતો. જો કે આ અરજી કર્યા બાદ હજુ ચોરી કરનાર મહિલાઓ અંગે કોઈ ભાળ મળી નહીં હોવાનું પણ તેમણે કહ્યું છે.