નવમા ધોરણમા અભ્યાસ કરતી 14 વર્ષની તરૂણીનું સંજય મનસુખ ડાભીએ લલચાવી ફોસલાવી ઘરેથી અપહરણ કર્યું
બાદમાં તેણીને અલગ અલગ સ્થળોએ લઈ જઈને જબરદસ્તી પોતાની ઈચ્છા મુજબ તેનો દેહ ચુંથ્યો
તરૂણી પર દુષ્કર્મ આચરી ફરાર આરોપીને ઝડપી પાડવા તેના આશ્રયસ્થાનો પર શોધખોળ હાથ ધરવામાં આવી
[caption id="attachment_393" align="aligncenter" width="1280"] WatchGujarat. મહિલા સુરક્ષા અને સ્ત્રી સશક્તિકરણનાં સરકારી દાવાઓ વચ્ચે મહિલાઓ સાથે અત્યાચાર સતત વધી રહ્યા છે. હવસનાં ભૂખ્યા વરૂઓ માસુમ બાળકીઓને પણ છોડતા નથી. અને ક્યારેય કોઈપણ કિસ્સામાં આવા તત્વોમાં કાયદાનો ડર રહે તેવી કોઈ નોંધપાત્ર કામગીરી પણ થતી નથી. ત્યારે વધુ એકવાર 14 વર્ષીય માસુમ તરૂણીનું અપહરણ કરી જુદા-જુદા સ્થળોએ લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.[/caption]
રાજકોટનાં કોટડાસાંગાણીનાં સ્લમ વિસ્તારમા રહેતી 14 વર્ષીય કિશોરી પર ગોંડલ તાલુકાના મેસપરના વીસ વર્ષીય યુવકે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં નવમા ધોરણમા અભ્યાસ કરતી 14 વર્ષની તરૂણીનું સંજય મનસુખ ડાભીએ લલચાવી ફોસલાવી ઘરેથી અપહરણ કર્યું હતું. બાદમાં તેણીને અલગ અલગ સ્થળોએ લઈ જઈને જબરદસ્તી પોતાની ઈચ્છા મુજબ તેનો દેહ ચુંથ્યો હતો. તેમજ બે વખત દુષ્કર્મ આચર્યા બાદ તેને તરછોડી દીધી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તરૂણી કોઈ કારણોસર આઠ નવ માસ પુર્વે મેસપર ગઇ હતી. ત્યારે સંજયના સંપર્કમાં આવી હતી. બાદમાં સંજયે તેણીને પ્રેમજાળમાં ફંસાવી લીધી હતી. અને લગ્ન કરી સાથે જીવવા-મરવાનાં ખોટા વચનો આપ્યા હતા. એટલું જ નહીં સંજય ગત તારીખ 12ના તરૂણીને તેના ઘરેથી ભગાડી ગયો હતો. અને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને બાદમાં પોતે નાસી છૂટયો હતો.
સમગ્ર મામલે પરિવારજનોએ આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. સાથે સંજયની વાસનાનો ભોગ બનનાર તરૂણીના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને તરૂણી પર દુષ્કર્મ આચરી ફરાર આરોપીને ઝડપી પાડવા તેના આશ્રયસ્થાનો પર શોધખોળ હાથ ધરવામાં આવી છે.