• હિત ઠક્કર ગત તારીખ 15 ફેબ્રુઆરીનાં રોજ રાજકોટ આવ્યો હતો
  • લક્ષણો નવા ટ્રેનના છે કે કેમ ? તેને લઈ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી

#Rajkot- બ્રિટનથી આવેલો યુવાન કોરોના પોઝીટીવ જાહેર, નવા સ્ટ્રેનની આશંકાએ આરોગ્ય તંત્રમાં દોડધામ

WatchGujarat. શહેરમાં નવા કોરોના સ્ટ્રેનનો પ્રવેશ થયો હોવાની પ્રબળ આશંકાઓ ઉઠી છે. જેમાં ઇંગ્લેન્ડથી આવેલા પરિવારનાં યુવાનનો આરટી પીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે તેના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અને આ લક્ષણો નવા ટ્રેનના છે કે કેમ ? તેને લઈ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી છે. #બ્રિટન

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, આ યુવકનું નામ હિત ઠક્કર હોવાનું સામે આવ્યું છે. જેમાં કુટુંબનાં બે બાળકો સિવાય તમામ ચાર સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાથે જ તેના એક આર્કિટેકટ ભાઇના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. હિત અમીન માર્ગ પાસેની પંચવટી સોસાયટીમાં રહેતો હોવાથી આ વિસ્તારમાં પણ ટ્રેસીંગ તેમજ સેનેતાટાઇઝ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. #બ્રિટન
હિત ઠક્કર ગત તારીખ 15 ફેબ્રુઆરીનાં રોજ રાજકોટ આવ્યો હતો. પણ છેલ્લા કેટલાક દિવસોથી તબિયત લથડતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. એટલું જ નહીં આ લક્ષણો તો નવા કોરોના સ્ટ્રેનનાં હોવાની આશંકા ડોક્ટરોએ વ્યક્ત કરતા આગળ તપાસ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ તેના સેમ્પલ પુના ખાતે મોકલવામાં આવ્યા છે. જેને લઈને રાજકોટમાં આ ટ્રેનની એન્ટ્રી તો નહીં થાયને તેવી ચિંતા આરોગ્ય વિભાગ સહિત લોકોમાં પણ ઉઠી રહી છે
More #બ્રિટન #Britain #return #student #covid #positive #new Strain #doubtful #case #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud