• એક્સપર્ટના મતે કોરોનાની ચેઇન તોડવા માટે સ્વૈચ્છીક લોકડાઉન જરૂરી
  • છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં કોરોનાનો આંક 5,000 ને પાર કરી ચૂક્યા છે
  • કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છીક લોકડાઉન તથા કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન જરૂરી
  • આવતા ગુરુવાર સુધી નરેશ પટેલની પટેલ બ્રાસ વર્કસ ફેકટરી બંધ રહેશે

WatchGujarat. ગુજરાતનમાં કોરોનાની સ્થિતી દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. રોજે રોજ રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ આંક વધી રહ્યો છે. અને હવે તો હોસ્પિટલ બેડની સાથે સ્મશાનગૃહમાં ચિતાની સંખ્યા વધારવી પડે તેવી સ્થિતી આવી છે. તેવા સમયે એક્સપર્ટના મતે કોરોનાની ચેઇન તોડવા માટે સ્વૈચ્છીક લોકડાઉન જરૂરી છે. રાજ્યભરમાં વકરી રહેલા કોરોનાને નાથવા માટે ખોડલધામના પ્રમુખ અને ઉદ્યોગપતિ નરેશ પટેલે પોતાની કંપનીમાં અનોખી પહેલ કરી છે. તેમની પટેલ બ્રાસ વર્કસ કંપનીમાં સ્વૈચ્છીક લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. કોરોનાને નાથવા માટે ઉદ્યોગપતિની પહેલ અનુકરણીય છે.

તાજેતરમાં ઉદ્યોગપતિ નરેશ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમાં જણાવાયું હતું કે, તેઓની કંપની પટેલ બ્રાસ વર્કસ એક સપ્તાહ માટે બંધ રહેશે. તેમની કંપનીમાં 450 જેટલા કર્મચારીઓ કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ થઇ રહી છે. ત્યારે રાજકોટમાં પણ કોરોના એ માથું ઉંચક્યું છે. છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં કોરોનાનો આંક 5,000 ને પાર કરી ચૂક્યા છે. રાજકોટમાં રોજના કેસો 250થી વધું આવી રહ્યા છે. ગઈકાલે માત્ર 24 કલાકની અંદર 82 જેટલા મોત કોરોનાના કારણે થયા હતા. રાજકોટ અને ગુજરાતમાં કોરોનાની ચેઇન તોડવા માટે ઉદ્યોગપતિ નરેશ પટેલે આ જરૂરી પગલું ભર્યું છે. જેને લઇને તેમની સરાહના પણ થઇ રહી છે.

નરેશ પટેલ ખોડલધામનાં પ્રમુખ છે. તેમણે સ્વૈચ્છિક લોકડાઉન કરી સમાજને અલગ સંદેશ પાઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં આગવું નામ છે. તેમની આ કંપની સાથે જોડાયેલા કર્મચારીઓને તેઓ બંધમાં જોડીને અને કોરોનાની ચેન તોડવા માટે મદદરૂપ બનવા જઈ રહ્યા છે. આવતા ગુરુવાર સુધી ફેકટરી બંધ રહેશે. કોરોનાની ચેઇન તોડવા માટે હાલ સ્વયંભુ લોકડાઉનનો એક વિકલ્પ આપણી પાસે છે. જો લોકો લોકડાઉનનું પાલન નહી કરી શકતા હોય તો તેઓએ કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવું જોઇએ. જો તેમ નહિ કરવામાં આવે તો કોરોના સાથે લાંબો સમય રહેવું પડી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud