• કિસાનપરા વિસ્તારનાં મકાનમાં વર્ષો સુધી એક ઓરડીમાં રહી અઘોરી જેવું જીવન જીવતા બે ભાઈઓ અને એક બહેનને સાથી સેવા સંસ્થાએ મુક્ત કરાવ્યા
  • અંબરીશનાં પગ ખુલતા ન હોવાથી અમુક કલાકો ભૂખ્યો રાખ્યા બાદ રિપોર્ટ કરવાની સલાહ ડોક્ટરોએ આપી

#Rajkot - વર્ષો પછી ઓરડીની બહાર આવેલા ત્રણેય ભાઈ-બહેનની સ્થિતિ સુધરી, સૌથી નાનો ભાવેશ શેરીમાં ક્રિકેટ રમ્યો

WatchGujarat.  શહેરનાં કિસાનપરા વિસ્તારનાં મકાનમાં વર્ષો સુધી એક ઓરડીમાં રહી અઘોરી જેવું જીવન જીવતા બે ભાઈઓ અને એક બહેનને સાથી સેવા સંસ્થાએ મુક્ત કરાવ્યા હતા. ત્યારે આજે સંસ્થાનાં જલ્પાબેન સહિતની ટીમ ત્રણેયને મળવા પહોંચી હતી. દરમિયાન ત્રણેયની સ્થિતિમાં ગણતરીના દિવસોમાં સારો એવો સુધારો આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં બહેન મેઘા મહેતાએ જલ્પાબેન સાથે જૂની વાતો કરી હતી. તો સૌથી નાનો ભાવેશ તો શેરીમાં ક્રિકેટ રમ્યો હતો. જોકે અંબરીશનાં પગ ખુલતા ન હોવાથી અમુક કલાકો ભૂખ્યો રાખ્યા બાદ રિપોર્ટ કરવાની સલાહ ડોક્ટરોએ આપી છે. #ભાઈ-બહેન

#Rajkot - વર્ષો પછી ઓરડીની બહાર આવેલા ત્રણેય ભાઈ-બહેનની સ્થિતિ સુધરી, સૌથી નાનો ભાવેશ શેરીમાં ક્રિકેટ રમ્યો

જલ્પાબેનનાં જણાવ્યા મુજબ, નવીનભાઈ મહેતાના બે પુત્રો અંબરીશ અને ભાવેશ સહિત દીકરી મેઘાની સ્થિતિ હાલ સુધારા પર છે. હાલ ત્રણેય ભાઈ-બહેનને કિસાનપરાથી તેમના ફોઈનાં ઘરે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ભાવેશ આજે તેના જૂના મિત્રોને પણ મળ્યો હતો અને સાથી સેવાની ટીમ સાથે જૂની યાદો વાગોળી હતી. અગાઉ ભાવેશ ક્રિકેટ રમવાની સાથે-સાથે ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. ત્યારે આજે પણ ભાવેશ શેરીમાં ક્રિકેટ રમ્યો હતો. અને બેટિંગ તેમજ બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તો મેઘાએ પણ જલ્પાબેન સાથે ત્રણેય ભાઈ-બહેન અગાઉ પોતે શુ-શુ કરતા હતા તે યાદ કરી જણાવવાનો પ્રયાસ કર્યો હતો.

#Rajkot - વર્ષો પછી ઓરડીની બહાર આવેલા ત્રણેય ભાઈ-બહેનની સ્થિતિ સુધરી, સૌથી નાનો ભાવેશ શેરીમાં ક્રિકેટ રમ્યો

ઉલ્લેખનીય છે કે, ત્રણેયમાં મોટા ભાઈનું નામ અંબરીશ છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરની મેઘાએ એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. તો ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ પણ ઇકોનોકસમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે. સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી ત્યારથી ત્રણેય પર કોઈએ મેલીવિદ્યાનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ તેમના પિતા નવીનભાઈએ કર્યો છે. જોકે સાથી સેવા સંસ્થાએ ત્રણેયને જલ્દીથી સ્વસ્થ કરવાનું બીડું ઉઠાવ્યું છે. અને તે દિશામાં તેમના પ્રયાસોને અણધારી સફળતા મળી રહી છે.

More #caged #ભાઈ-બહેન #play #cricket #routine #life #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud