કાર – બાઇક વચ્ચેના અકસ્માતનો સીસીટીવી વિડીયો સામે આવ્યો
કાર ચાલકે અડફેટે લઇ મહિલાને રસ્તાની બાજુમાં ધકેલી દીધી
અકસ્માતમાં ઘાયલ બાઈક સવાર મહિલાને હાલ સારવાર માટે ખસેડવામાં આવી
WatchGujarat. શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ સામેની શેરીમાં એક કાર ચાલકે બાઈક સવાર મહિલાને હડફેટે લીધી હતી. કાર - બાઈક વચ્ચનાં આ અકસ્માતમાં મહિલા કારનાં બોનટ પર ચડી ગયા બાદ ફૂટબોલની માફક ફંગોળાઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા તેનો વિડીયો ભારે વાયરલ થયો છે. જો કે આ અંગે હજુસુધી કોઈ ફરિયાદ નોંધાઇ નથી. છતાં પણ સીસીટીવીનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
https://youtu.be/mQpm-4hp7po
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક કાર સાથે બાઈકની ટક્કર થાય છે. જેમાં બાઈક સવાર મહિલા બાઈકમાંથી સીધી કારનાં બોનેટ પર ચડી જાય છે. અને બાદમાં ફૂટબોલની માફક ફંગોળાઈને રસ્તા પર પટકાય છે. આ ઘટનામાં કાર ચાલકે બ્રેકને બદલે એક્સીલેટર ઉપર પગ રાખી દીધો હોય તેમ અકસ્માત બાદ કાર રોકાવાને બદલે આગળ ચાલતી જોઈ શકાય છે. અકસ્માતમાં ઘાયલ બાઈક સવાર મહિલાને હાલ સારવાર માટે ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, ગઈકાલે સાંજે પાંચ વાગ્યાનાં સુમારે આ અકસ્માત સર્જાયો હતો. કારનાં ચાલકે મહિલા બાઈક સવારને અડફેટે લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે હોસ્પિટલમાં આ મહિલાએ પોતાનું નામ ખ્યાતિબેન હોવાનું અને બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થઈ હોવાનું જણાવ્યું છે. કાર ચાલક પણ મહિલા હોવાની વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે. ત્યારે હવે કોઈ ફરિયાદ વિના પોલીસ આ મુદ્દે કાર ચાલક સામે કઈ રીતે અને શું કાર્યવાહી કરશે તે તો આવનારો સમય જ બતાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓડી કાર દ્વારા બાળકને કચડી નાંખવાનાનો વિડીયો વાઇરલ થયો હતો. શહેરમાં અવાર નવાર વાહન અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. પોલીસ દ્વારા ટ્રાફીક સુરક્ષા સપ્તાહની ઉજવણી તો કરવામાં આવે છે. પરંતુ તેના દ્વારા રસ્તા પર થતા અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો નથી.