• દારૂના કટિંગની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી
  • ટ્રકમાંથી દારૂનો જથ્થો ગાડીઓમાં મુકવાનું શરૂ થતા પોલીસ એક્શનમાં આવી
  • પોલીસે સમગ્ર ઘટનામાં રૂ. 36.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

WatchGujarat. પાટણવાવ પોલીસ ભાડેર ગામ પાસે વિદેશી દારૂના કટિંગ સમયે ત્રાટકી હતી. અને 5364 બોટલો સાથે બે પરપ્રાંતિયો સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં દારૂનો જથ્થો, ટ્રક, કાર અને મોબાઈલ ફોન મળી 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે સ્થળ પરથી ચાર શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હોઈ તેમની શોધખોળ હાથ ધરાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ પાટણવાવ પોલીસને જુનાગઢનો અમીન અલ્લારખા સેતા પોતે અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ભાડેર ગામે રૂપાવટીના કાચા રસ્તે બાવળની ઝાળીઓમાં વોકળા પાસે કટીંગ કરવાનો હોવાની માહિતી મળી હતી. જેને આધારે વોચ ગોઠવી બરાબર કટિંગ સમયે જ પોલીસે દારોડો પાડ્યો હતો. દરમિયાન ટ્રકમાંથી દારૂનો જથ્થો કારમાં કટિંગ કરવામાં આવી રહ્યો હતો. અને પોલીસને જોઈ અમુક આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

જો કે પોલીસે 4 શખ્સોને દબોચી લીધા હતા. તપાસ કરતા કાર અને ટ્રકમાંથી દારૂની 5364 બોટલો કિંમત રૂપિયા 16,09,200 મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, ટ્રક, અર્ટીગા કાર, 6 મોબાઈલ ફોન, રૂ. 4210ની રોકડ, ટ્રકને ઢાકેલી તાલપત્રી, દોરડું, દારૂ છૂપાવવા ઉપયોગમાં લેવાયેલા લાકડાના પાટિયા, મળી કુલ રૂપિયા 36,34,910નો મુદ્દામાલ કબ્જે લઈ અમીન અલ્લારખા સેતા, મહંમદઉબેશ યાકુબ શેખ, ઇસ્તકાર અહમદ અબ્દુલગફાર ચૌધરી તેમજ યુનુસ હાજી સોઢા સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસે સ્થળ પરથી નાસી છૂટેલા શખ્સોની ઓળખ પણ મેળવી લીધી છે. જેમાં જૂનાગઢનો સોહીલ કમાલ હીંગોરા અને દારૂ મંગાવનાર કારા રાણા કરમટા તેમજ અર્ટીગા કારનો ચાલક ઉપરાંત આ દારૂ સપ્લાય કરનાર ગુલશેર શેઠ નામનો વ્યક્તિ સામેલ છે. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર થનાર 4 શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud