4 વર્ષની બાળકીને સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા કૌટુંબિક નાના લાલજી રમાડવાના બહાને અગાસી પર લઇ ગયા
હતપ્રભ બાળકીએ વિરોધ કરતા નરાધમ વૃધ્ધે બાળકીને મોઢું બંધ રાખવા ધમકાવી
બીજા દિવસે ઠપકો આપતા બેશરમ લાલજીએ પોતે એવું કોઇ કૃત્ય નહીં કર્યાનું રટણ ચાલુ રાખ્યું
મહિલા પોલીસ દ્વારા પોક્સો સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધી લાલજીને અટકાયતમાં લઇ આકરી સરભરા કરવામાં આવી
WatchGujarat. શહેરમાં સંબંધોને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 66 વર્ષીય કૌટુંબિક નાનાએ અગાસીમાં લઈ જઈ 4 વર્ષની માસુમ સાથે અડપલાં કર્યા હતા. 14 દિવસ પહેલાંના બનાવ અંગે પીડિતાની માતાએ આપેલી ફરિયાદના આધારે મહિલા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 66 વર્ષિય નરાધમને અટકાતમાં લઇ ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. બીજીતરફ બાળકીને સ્વસ્થ કરવા સખી વન સ્ટોપ સેન્ટરમાં માસૂમ પીડિતાનું કાઉન્સેલીંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ જઘન્ય બનાવની જાણવા મળતી વિગત મુજબ, પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતા પરિવારની 4 વર્ષની બાળકી 26 એપ્રિલે સવારે દાદી સાથે ઘરે હતી, માતા-પિતા ગામડે ગયા હતા. સવારે 11 વાગે માસૂમ બાળકીને નજીકમાં જ રહેતા અને સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા કૌટુંબિક નાના લાલજી રમાડવાના બહાને અગાસી પર લઇ ગયા હતા. 66 વર્ષિય લાલજીને માસૂમ પૌત્રીને શારીરિક અડપલાં કરતા હતપ્રભ બાળકીએ વિરોધ કરતા નરાધમ વૃધ્ધે બાળકીને મોઢું બંધ રાખવા ધમકાવી હતી.
ભયભીત હાલતમાં ઘરે પહોંચેલી બાળકીએ તેની સાથે નાનાએ કરેલી હરકત જણાવી હતી. સાંજે ગામડેથી પરત આવેલા પીડિતાના માતા-પિતાને સમગ્ર બનાવની જાણ કરતા બન્ને લાલજીના ઘરે ગયા હતા. લાલજી હાજર ન હોઇ તેની પુત્રવધુને મળી આ અંગે સસરાને સમજાવવા કહ્યું હતું. અને બીજા દિવસે લાલજીને પણ ઘરે બોલાવીને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ બેશરમ લાલજીએ પોતે એવું કોઇ કૃત્ય નહીં કર્યાનું રટણ ચાલુ રાખ્યું હતું.
લાલજી કૌટુંબિક સભ્ય હોવાથી જે તે સમયે ફરિયાદ નોંધવવાનું ટાળ્યું હતું પરંતુ તેના વર્તનમાં કોઇ ફરક નહીં જણાતા પીડિતાની માતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે મહિલા પોલીસ દ્વારા પોક્સો સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધી લાલજીને અટકાયતમાં લઇ આકરી સરભરા કરવામાં આવી છે. અને કોવીડ રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ અને તબીબી ચકાસણી કરાવવામાં આવનાર છે. સાથે આ ઘટનાને પગલે માસુમ ભયભીત થઇ હોય તેણીનું કાઉન્સેલીંગ શરૂ કરાયું છે.