• મફત સારવાર આપતી સરકારી હોસ્પિટલમાં 9 હજાર રુપિયા આપવામાં આવે તો દર્દીને તરત જ બેડ મળી જાય છે અને ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ જાય
  • કોરોના મહામારી સમયે પણ લાલચુ લોકો પોતાનો રોટલો શેકવા માટે મેદાનમાં આવી ગયા
  • વાયરલ વિડીયોમાં પૈસા લેનાર વ્યક્તિ 9 હજારથી ઓછા નહિ, તમે આવો તો 30 મીનીટમાં ટ્રીટમેન્ટ ચાલુ કરાશે તેમ જણાવી રહ્યો છે
  • કોરોના કાળમાં સરકારી તંત્ર કાળાબજારીયાઓને ડામવામાં સદંતર નિષ્ફળ ગયું હોવાનું ઉદાહરણ

WatchGujarat. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. પણ આ મહામારીમાં પણ વેપાર કરનારા લોકોની કોઈ કમી નથી તેવી હકીકત સામે આવી છે. જેમાં બેડ ન હોવાની વાતો અને લાંબી લાઈનો વચ્ચે પણ રૂપિયા નવ હજાર અપતાની સાથે જ બેડ સાથે ટ્રીટમેન્ટ મળતી હોવાનું સામે આવ્યું છે. આ અંગેનો વિડીયો વાયરલ થતા જ લોકોમાં સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌભાંડનો હવે પર્દાફાશ થયો છે. જેમાં એમ્બ્યુલન્સની લાંબી લાઈનોને કારણે લોકો ત્યાં જવા તૈયાર નથી. તો એમ્બ્યુલન્સમાં લોકોની સારવાર ચાલતી હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં કેટલાક લોકો એવા પણ છે કે, જેમને 9 હજાર રુપિયા આપવામાં આવે તો દર્દીને લાઈનમાં રહેવાની કે એમ્બ્યુલન્સમાં સારવારની કોઈ જ જરૂર રહેતી નથી. તરત જ બેડ મળી જાય છે અને ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ જાય છે.

વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક અને દર્દીનાં સગાઓની વાતચીત ચાલી રહી છે. જેમાં દર્દીનાં સગા કહે છે કે, જો અમે આટલા રૂપિયા આપી શકતા હોય તો સ્ટર્લિંગ જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં જ જઈએ ને ? શા માટે સિવિલ હોસ્પિટલમાં આવીએ ? જેના જવાબમાં રૂપિયા માંગનાર યુવક એટલા રૂપિયા તો આપવા જ પડશે તેવું જણાવી રહ્યો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આમ તો કૌભાંડ સામે આવતા જ હોય છે. પરંતુ આ કોરોનાની મહામારીમાં લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તડપી રહ્યા છે. ત્યારે બસ એક ફોન નવ હજાર રુપીયા આપો એટલે બેડ ખાલી થઈ જાય છે. ત્યારે આવા દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતા લોકો કઈ રીતે આ નેટવર્ક ચલાવી રહ્યા છે. અને નવ હજાર દેતા જ કેમ તુરંત બેડ અને સારવાર મળી જાય છે? આ રૂપિયામાં અન્ય કોણ કોણ ભાગીદાર છે ? જો રુપિયા દેતા બેડ મળી જતો હોય તો એનો મતલબ એવો થયો કે હોસ્પિટલ મા બેડ ખાલી છે છતા દર્દીઓ ને દાખલ નથી કરવામાં આવી રહ્યા? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હાલ તો જવાબદારોએ તપાસ ચાલુ હોવાનું જણાવી મોઢા સીવી લીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયર સહિતના તમામ પદાધીકારીઓ સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે. પરંતુ હકીકતે સ્થિતી કંઇ ઓર જ છે. તંત્ર આવા સમયે કાળાબજારીયાઓને ડામવમાં સદંતર નિષ્ફળ રહી હોવાનું ઉદાહરણ આપણી સામે છે. વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા કોઇ એક્શન લેવામાં આવશે કે નહિ તે હવે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud