• અચાનક ઓક્સિજન પ્રેશર ઓછું થઇ જતાં દર્દીઓ ઓક્સિજન માટે ડચકા મારતા વીડિયોમાં જોઇ શકાય
  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અગવડ અવાર નવાર સામે આવતી હોય છે
  • કપરા સમયે નર્સિંગ સ્ટાફ નહિ હોવાને કારણે દર્દીના પરિજનો જેમ તેમ કરીને દર્દીની સંભાળ રાખી રહ્યા છે

WatchGujarat. એક તરફ કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે અને બીજી તરફ અન્ય બીમારી થી પીડાતા દર્દીઓના પણ હાલ બેહાલ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવતી હોય છે ત્યારે વધુ એક બેદરકારી વિડીયો સોસીયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ઓક્સિજન નું પ્રેસર ઓછું થઇ જતાં દર્દીઓ ઓક્સિજન માટે ડચકા ભરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના આ વાઇરલ વિડીયો અંગે તપાસ કરતા આ વીડિયો ઇમરજન્સી બિલ્ડીંગમાં ઉપરના માળે સારવાર લેતા દર્દીઓનો શુક્રવાર રાત્રીના 12 વાગ્યા આસપાસનો હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ઓક્સિજન મશીનમાં પ્રેસર ઓછું થઇ જતાં દર્દીઓની હાલત કફોડી બની જાય છે. અચાનક ઓક્સિજન પ્રેસર ઓછું થઇ જતાં દર્દીઓ ઓક્સિજન માટે ડચકા મારતા વીડિયોમાં જોઇ શકાય છે.

કોવિડ સાથે સાથે નોન કોવિડ દર્દીઓના હાલ બેહાલ બન્યા છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં છે ત્યારે સૌરાષ્ટ્ર ભરમાંથી આવતા દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે ત્યારે હાલની સ્થિતિ મુજબ ઓક્સિજન એ ખુબજ અગત્યની આવશ્યકતા છે ત્યારે કોવિડ બાદ હવે નોન કોવિડ વોર્ડમાં પણ ઓક્સિજન પ્રેશર ઘટી જતાં દર્દીઓ માટે ચિંતા જનક સ્થિતિ ઉભી કરી રહી છે. ઉલ્લેખનિય છે કે આજના વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે અચાનક ઑક્સિજન પ્રેશર ઘટતા દર્દીના સગા સંબંધીઓ દ્વારા વાંસા માં ધબ્બા મારી પંપિંગ કરવામાં આવી રહ્યું છે જો કે હોસ્પિટલના કોઈ તબીબ કે નર્સિંગ સ્ટાફ વિડીયોમાં જોવા મળી રહ્યા નથી ત્યારે આવી ગંભીર સ્થિતી ફરી ન સર્જાઇ તે માટે સારી વ્યવસ્થા કરવી પણ ખુબજ આવશ્યક છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud