• ભૂતકાળની સરકાર જ્યારે દિલ્હીથી 1 રૂપિયો મોકલતી ત્યારે 15 પૈસાનુ કામ થતું આજે 1 રૂપિયાની સામે સવા રૂપિયાનું કામ થઇ રહ્યુ છે.
  • ડિસેલીનેશન પ્લા ન્ટ્થી દરરોજ ૩૭ કરોડ લીટર ખારા પાણીને મીઠુ બનાવાશે ગુજરાતનો કોઇ વિસ્તાોર વિકાસથી વંચિત નહીં રહે – મુખ્યામંત્રી

#Dwarka - સુવર્ણ યુગ ફરી આવશે : દ્વારકામાં રૂા. 72 કરોડના પ્રવાસન, શિક્ષણ, આરોગ્‍યના વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્‍યમંત્રી

WatchGujarat. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનમાં જનસુવિધાના રૂા.72 કરોડના વિવિધ પ્રકલ્પો ની ભેટ આપતા જણાવ્યું હતું કે, રાજયનું કોઇ ક્ષેત્ર વિકાસથી વંચિત નહીં રહે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. શ્રેણીબધ્ધણ વિકાસકામો થકી ભવ્યતા ફરી પ્રસ્થાપિત થશે. અમારી સરકારનો એક માત્ર મંત્ર છે વિકાસ. આ વિકાસના આધાર પર આવતી પેઢી પડકારો ઝીલતી થશે.

વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાએમાં આરોગ્ય્, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા. 72 કરોડના વિવિધ પ્રકલ્પોરનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરી જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસને અટકવા દીધો નથી. રાજયમાં છેલ્લા ચાર મહીનામાં 20 હજાર કરોડના ખાતમુહૂર્ત/ લોકાર્પણના કાર્યક્રમો યોજાયા છે. મુખ્યેમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતના દરેક ખુણે વિકાસ થઇ રહયો છે. મુખ્યતમંત્રીએ આ પ્રંસંગે જણાવ્યું હતું કે ભુતકાળની સરકારનું બજેટ 8 થી 9 હજાર કરોડનું હતું. જયારે આજે પાણી પુરવઠા, સિંચાઇ વિભાગનું જ 14 હજાર કરોડનું બજેટ છે. જયારે શિક્ષણ વિભાગનું બજેટ રૂા. 30 હજાર કરોડ છે. #સુવર્ણ યુગ

#Dwarka - સુવર્ણ યુગ ફરી આવશે : દ્વારકામાં રૂા. 72 કરોડના પ્રવાસન, શિક્ષણ, આરોગ્‍યના વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્‍યમંત્રી

આપણા દેશના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી કહેતા કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. ભૂતકાળની સરકાર જ્યારે દિલ્હીથી 1 રૂપિયો મોકલતી ત્યારે 15 પૈસાનુ કામ થતું આજે 1 રૂપિયાની સામે સવા રૂપિયાનું કામ થઇ રહ્યુ છે. વધુમાં જણાવ્યુ કે, અમારી સરકાર ગુજરાતવાસીઓને અપેક્ષા આકાંક્ષા પુરી કરવા કટ્ટીબધ્ધ છે. અગાઉની સરકાર અનિર્ણાયક હતી. અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે. અમારી સરકાર પારદર્શકતા, પ્રામાણિક્તા, નિર્ણાયકતા અને સંવેદનશીલતાના આધારસ્થંભોને વરેલી છે. #સુવર્ણ યુગ

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, દુનિયાના વિકાસશીલ દેશોમાં ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાત દેશમાં પ્રથમ બનશે જ્યા આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્લાડન્ટ થકી દરરોજના 37 કરોડ લીટર ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરાશે. આ તકે મુખ્યામંત્રીએ રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા જનહિતના નિર્ણયો, કલ્યાંણકારી યોજનાની માહિતી આપી હતી. તેમણે 2022 અંત સુધીમાં ગુજરાતના ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચશે. 2021 ના અંતમાં સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદા જળથી ભરાઇ જશે. અને દુષ્કાળ ભૂતકાળ બની જશે તેમ ઉમેર્યું હતું. #સુવર્ણ યુગ

#Dwarka - સુવર્ણ યુગ ફરી આવશે : દ્વારકામાં રૂા. 72 કરોડના પ્રવાસન, શિક્ષણ, આરોગ્‍યના વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્‍યમંત્રી

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ કહયું કે, રાજયનો છેવાડાનો માનવી સ્વચ્છ શુધ્ધ પાણી મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયત્નીશીલ છે. જુની જૂથ યોજના સુધારીને નવી જુથ યોજના દ્વારા અને સીવેજ વોટરને શુધ્ધ કરી તેનો પણ ઉપયોગ કરી શકાય તે માટે આ નિર્ણાયક સરકાર કામ કરી રહી છે. વળી આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટો દ્વારા પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાકને મીઠુ પાણી પુરતી માત્રામાં મળશે તેમ મંત્રીએ જણાવી જિલ્લાીના પ્રત્યેક માનવીને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તેવી નેમ વ્યપક્ત કરી હતી.

જિલ્લા પ્રભારી અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું કે, શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટીફીકેટ મળ્યું છે. એ આ આપણા સૌ માટે આનંદની બાબત છે. તેમણે જિલ્લા‍ના વિકાસમાં મુખ્યીમંત્રી દ્વારા આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કારાયેલ વિકાસકામોથી જિલ્લાછનો વિકાસ વધુ બળવત્તર થશે તેમ ઉમેર્યું હતું.

More #સુવર્ણ યુગ #CM #inaugurated #development #work #will #bring #back #golden #age #Dwarka #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud