• મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમનો 65મો જન્મદિવસ વતન રાજકોટ ખાતે વિવિધ સેવા કાર્યો કરીને ‘સંવેદના દિવસ’ તરીકે ઉજવશે
  • CM રૂપાણીએ સૌથી પહેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું
  • વજુભાઈ વાળા ક્યારેય નિવૃત થયા નથી અને થશે પણ નહીં. અલગ-અલગ સ્વરૂપમાં તેઓ પાર્ટીની સેવા કરતા જોવા મળશે. – મુખ્યમંત્રી વિજય રૂપાણી

WatchGujarat. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ છે. જે અંતર્ગત તેઓ દિવસભર રાજકોટ શહેરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. દિવસની શરૂઆતમાં પત્ની અંજલીબેન સાથે પ્રગટેશ્વર મહાદેવનાં દર્શન કરી તેમણે સ્થાનિક દિગગજ નેતા અને કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાનાં આશીર્વાદ લીધા હતા. બાદમાં વાગુદડ ખાતે મિયાવાંકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું હતું. અને ત્યારબાદ માનસિક ક્ષતિગ્રસ્ત ગૃહનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વજુભાઇ અંગે તેમણે કહ્યું હતું કે, તેમના આવવાથી કાર્યકરોને એક વડીલની હૂંફ અને માર્ગદર્શન મળશે.

CM રૂપાણીએ સૌથી પહેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ ભાજપના કદાવર નેતા વજુભાઈ વાળાના આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમનો 65મો જન્મદિવસ વતન રાજકોટ ખાતે વિવિધ સેવા કાર્યો કરીને ‘સંવેદના દિવસ’ તરીકે ઉજવશે. મુખ્યમંત્રીએ તેમના જન્મદિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ગુજરાતમાં નાણામંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂર્વ નાણામંત્રી અને પૂર્વ મેયર એવા વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ તેમણે જણાવ્યું હતું કે, વજુભાઈ વાળા ક્યારેય નિવૃત થયા નથી અને થશે પણ નહીં. અલગ-અલગ સ્વરૂપમાં તેઓ પાર્ટીની સેવા કરતા જોવા મળશે. તેમના આવવાથી સ્થાનિક તમામ કાર્યકરોને એક વડીલની હૂંફ અને માર્ગદર્શન મળી રહેશે.

પ્રજાના સેવક અને કોમન મેન તરીકેની છાપ ધરાવતા વિજય રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરવાના છે. કાલાવડ રોડ પર વાગુદડ રોડ ખાતે CM રૂપાણીના જન્મદિનના શુભ અવસરે મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રૂપાણીના જન્મદિનના નિમિતે મિયાવાંકી ફોરેસ્ટમાં 8,358 ચો.મી. જગ્યામાં જુદા જુદા 6 બ્લોકમાં કુલ 23,725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. બીજીતરફ વજુભાઈએ જણાવ્યું હતું કે, આજે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. આમ પણ સરકાર અને સંગઠન રાજકીય ચર્ચા કરે છે. જ્યારે હું તો એક કાર્યકર છું. અને પાર્ટી જે કામ સોંપશે તે કરવા સદૈવ તૈયાર છું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud