કોર્પોરેશન ચૂંટણી પહેલા અનેકવિધ યોજનાઓનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સીએમ હાજર
કાલાવડ રોડ પર ફ્લાઇ ઓવર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી
WatchGujarat. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. અને કોર્પોરેશન ચૂંટણી પહેલા અનેકવિધ યોજનાઓનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સીએમ હાજર રહેવાના છે. ત્યારે સોમનાથથી આવેલા રૂપાણી દ્વારા રૂ. 25.53 કરોડના ખર્ચે તૈયાર થયેલ આમ્રપાલી અન્ડરબ્રીજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મુકાયો છે. જેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બ્રિજનો અદ્ભૂત નઝારો જોવા મળી રહ્યો છે. તો સાથે જ રૂ. 239 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અન્ય નવા 4 અન્ડર અને ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું છે. આ ઉપરાંત પંચનાથ હોસ્પિટલમાં બનેલા નવા બિલ્ડીંગનું લોકાર્પણ અને રૂડાના રૂ. 46 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરાયું છે.
https://youtu.be/T-YEoocU6KY
બપોર બાદનો મુખ્યમંત્રી રૂપાણીનો સમગ્ર કાર્યક્રમ
2:00 કલાકે રાજકોટ શહેર પોલીસ કાર્યક્રમ, પોલીસ હેડ ક્વાટર્સ
3:00 કલાકે રાજકોટ જિલ્લા સેવા સદન કાર્યક્રમ - ધર્મેન્દ્ર કોલેજ
4:00- 5:00 કલાકે રામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં હાજરી
5:00-6:00 કલાકે ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમ - સયાજી હોટલ કાલાવડ રોડ
6:00 કલાકે પેજ કમિટી કાર્યક્રમ, અમૃત સાગર પાર્ટી પ્લોટ, 150 ફિટ રિંગ રોડ
7:00 કલાકે ગાંધીનગર જવા રવાના થશે
સીએમનાં હસ્તે ખાતમુહૂર્ત થયેલ બ્રીજની જાણકારી
150 ફૂટ રિંગરોડની રામાપીર ચોકડીએ સ્પ્લિટ ફલાય ઓવર બ્રિજ
શહેરનાં 150 ફુટ રીંગરોડ પર રામાપીર ચોકડી ખાતે BRTS કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ બનશે. આ માટે રૂ. 40.22 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ 630 મીટર તથા પહોળાઇ 2 X 8.40 મીટર (બે લેન), બ્રીજનો સ્લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી શરૂઆત થઇ રામદેવપીર ચોકમાં હાઇટ ગ્રાઉન્ડથી 5.50 મીટર થઇ વિઝન ટવેન્ટી-ટવેન્ટી બિલ્ડીંગ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે 18 માસની સમય મર્યાદા છે.
નાનામવા ચોકમાં પણ બનશે સ્પ્લિટ ફલાઇ ઓવરબ્રીજ
શહેરનાં રોડ નાનામવા ચોક ખાતે પણ સ્પ્લિટ ફ્લાઇ ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. આ માટે પણ રૂ.41.12 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ બ્રીજની લંબાઇ 630.00 તથા પહોળાઇ 2*8.40 મીટર (બે લેન), બ્રિજનો સ્લોપ 1:30, બ્રિજની બંને તરફે 6.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રિજની શરૂઆત ટવીન સ્ટાર બિલ્ડીંગથી શરૂઆત થઇ રીલાયન્સ મોલ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે 18માસની સમય મર્યાદા અપાઈ છે.
કાલાવડ રોડનાં કે.કે.વી. ચોકમાં બનશે ફ્લાઇ ઓવરબ્રીજ
કાલાવડ રોડ પર ફ્લાઇ ઓવર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઓવર બ્રિજ કેકેવી ચોકથી જડુસ રેસ્ટોરન્ટ પાસે બનશે. જેના માટે 129.53 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. આ બ્રીજની લંબાઈ 1152.67 મીટર તથા પહોળાઈ 15.50 મીટર (ફોર લેન)સ બ્રીજનો સ્લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, કાલાવડ રોડ ડોમીનોઝ પીઝાથી શરૂ થઈ ડબલ લેવલનો બ્રીજ હયાત કે.કે.વી. બ્રીજ ઉપરથી અંદાજીત 15 મીટર ઊંચાઈએ પસાર થઇ આત્મીય કોલેજ સામે સ્વિમીંગ પુલ પાસે પૂર્ણ થશે. બ્રીજના નિર્માણ માટે 24 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે.
કાલાવડ રોડ પરનાં જડુસ રેસ્ટોરન્ટ પાસે બનશે ફલાય ઓવરબ્રીજ
કાલાવડ રોડનાં જડુસ રેસ્ટોરન્ટ પાસે બનનારા બ્રીજ માટે રૂ. 28.52 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. આ બ્રીજની લંબાઇ 370.39 મીટર તથા પહોળાઇ 15.50 મીટર (ફોર લેન), બ્રીજનો સ્લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ થશે. બ્રીજની શરૂઆત કાલાવડ રોડ પર એ.જી.ચોકથી થઇ જડુશ ચોકથી આગળ મોટા મવા સ્મશાન બ્રિજ પહેલા પૂર્ણ થશે. બ્રીજના નિર્માણ માટે 24 મહિનાની સમય મર્યાદા અપાઈ છે.