• ઓક્સીજનનાં પ્લાન્ટ ઉપર રીફલીંગ માટે આવતા સીલીન્ડરમાં જરૂરિયાત મુજબ રીફલીંગ કરી આપવા સુચના આપવામા આવી – જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
  • વેક્સિનેશનનું પ્રમાણ વધારવા નવો એક્શન પ્લાન કોરોનાના રસીકરણ માટે વધુ એક નવો એકશન પ્લાન બનાવવામાં આવ્યો
  • વધુ લોકોને વેકસીનેશન માટે આગળ આવવા અપીલ

WatchGujarat. શહેરમાં ઓક્સિજન સિલિન્ડરની દર્દીઓના સગા સંગ્રહખોરી કરી રહ્યા છે. જેને લઈ ખરેખર જે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે તેવા દર્દીને સમયસર ઓક્સીજન મળતો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેકટરે ઓક્સીજન ઉત્પાદન એકમોથી માંડી રીફલીંગ સુધીના નેટવર્ક ઉપર વોચ રાખવા એક ખાસ કમિટી બનાવી છે. જેમાં ઘરે જ સારવાર લઈ રહેલા એટલે કે હોમ આઇસોલેશન હેઠળ હોય તેવા બધા દર્દીઓ માટે ઓક્સીજન સીલીન્ડર રીફીલીંગ માટેની અલગ અને હોસ્પિટલમાં સપ્લાય કરવા માટે ઓક્સીજનના ટેન્કર ભરવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વેક્સિનેશન વધારવા જ્ઞાતિ અને સમાજની વાડીઓમાં કેમ્પ યોજવામાં આવનાર છે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનાં જણાવ્યા મુજબ, હાલ શહેરમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે. જેને લઈ ઓક્સીજનનાં પ્લાન્ટ ઉપર રીફલીંગ માટે આવતા સીલીન્ડરમાં જરૂરિયાત મુજબ રીફલીંગ કરી આપવા સુચના આપવામા આવી છે. જેથી બીનજરૂરી રીતે સંગ્રહખોરી ન થાય અને ખરેખર જેમને જરૂરિયાત છે તેવા દર્દીને સમયસર ઓક્સીજન મળી રહે. તો સાથે જ વેક્સિનેશનનું પ્રમાણ વધારવા નવો એક્શન પ્લાન કોરોનાના રસીકરણ માટે વધુ એક નવો એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.

અત્યાર સુધી મનપાનાં આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. હવેથી જ્ઞાતિ અને સમાજની વાડીઓમાં વેક્સીનેશનના કેમ્પ કરવામા આવશે. આ માટે વિવિધ જ્ઞાતિ-સમાજના અગ્રણીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો હોવાનું જણાવતા કલેક્ટરે વેકસીનેશન એક જ કોરોનાને હરાવવાનો શ્રેષ્ઠ ઉપાય હોવાનું જણાવ્યું છે. સાથે જ વધુમાં વધુ લોકોને વેકસીનેશન માટે આગળ આવવા અપીલ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud