પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો હવે સામાન્ય લોકોને દઝાડી રહ્યો છે
ચુંટણી ટાણે મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ સાયકલ પર બેસી પ્રચાર કરવાનો નિર્ણય કર્યો
કોંગ્રેસના ગઢમાં ભાજપી ઉમેદવારો દ્વારા કમળનું ફુલ આપીને મત માંગવામાં આવ્યા
WatchGujarat. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. સાથે જ દેશભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બાબતને પ્રચારમાં આવરી લઈ કોંગ્રેસનાં ઉમેદવારોએ સાયકલ પર બેસી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. તો કોંગ્રેસનો ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપ દ્વારા લોકોને કમળનું ફૂલ આપી મત માંગવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારોએ આજે સાઇકલ લઈને પ્રચાર કર્યો હતો. જેમાં રણજિત મૂંધવા, કેતન જરીયા, અલ્પાબેન રવાણી અને વૈશાલી પડ્યા સાઇકલ પર બેસી ચૂંટણી પ્રચારમાં નીકળ્યાં હતા. આ તકે રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે, એકતરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. બીજીતરફ ઇ-મેમોથી લોકો ત્રસ્ત થયા છે. ત્યારે વાહન ચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને બાઇક લઈ નહિં પરંતુ સાઇકલ લઈને પ્રચારમાં જોડાયા છીએ.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા લાંબા સમયથી માસ્ક તેમજ ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ કરોડોનો દંડ શહેરનાં લોકો ભરી ચુક્યા છે. અને દંડનાં નામે ચાલતી આ લૂંટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વકીલો પણ આ દંડ સામે લડત ચલાવી રહ્યા છે. તો ગઈકાલે રીક્ષા ચાલકોએ પણ આડેધડ ફટકારવામાં આવતા આ ઈમેમો મુદ્દે ત્રિકોણબાગ ચોક ખાતે રોષ વ્યકત કર્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જ કોંગ્રેસે સાયકલ પર પ્રચાર કરી પ્રજાનાં ગુસ્સાને પોતાના તરફી મતદાનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે.