• વોર્ડ નંબર 1, 4, 7, 10, 16, 13, અને 8માં ભાજપનાં વિકાસ કાર્યોને લોકોએ વધાવ્યા – શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફોન દ્વારા ભાજપનાં દિગ્ગજ નેતા કશ્યપ શુક્લ સાથે વાત કરીને નેહલ શુક્લ અને પેનલ સહિત મળેલી જીત બદલ અભિનંદન આપ્યા
  • આદમી પાર્ટીએ 72 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હોવા છતાં જાણે તે મેદાનમાં જ ન હોય તેવો માહોલ

WatchGujarat. મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપની જ પેનલ મોટા ભાગના દરેક વોર્ડમાં આગળ ચાલી રહી છે. જ્યારે 24 બેઠક પરની મત ગણતરી પૂર્ણ થતા વોર્ડ નંબર 1, 4, 7, 10, 16, 13 અને 8માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. અને આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસને પણ પ્રજાએ જાકારો આપ્યો છે.

શહેર ભાજપનાં પ્રમુખ કમલેશ મીરાણીનાં જણાવ્યા મુજબ, વોર્ડ નંબર 1, 4, 7, 10, 16, 13, અને 8માં ભાજપનાં વિકાસ કાર્યોને લોકોએ વધાવ્યા છે. શહેરનાં અન્ય વોર્ડમાં પણ ભાજપનાં ઉમેદવારો જીતની તરફ આગળ વધી રહ્યા છે. સાથે  પ્રથમ રાઉન્ડમાં 7 વોર્ડની તમામ 28 બેઠકમાં ભાજપનો વિજય થયો છે. જેને લઈને ભાજપનાં કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે. અને ઠેર-ઠેર જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજકોટ ભાજપ દ્વારા ઠેર-ઠેર વિજય સરઘસ કાઢી આતશબાજી કરાઈ

રાજકોટ મહાનગરપાલિકાનાં કુલ 18 વોર્ડ પૈકી 7 વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થતા ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફોન દ્વારા ભાજપનાં દિગ્ગજ નેતા કશ્યપ શુક્લ સાથે વાત કરીને નેહલ શુક્લ અને પેનલ સહિત મળેલી જીત બદલ અભિનંદન આપ્યા હતા. તો પ્રજાએ આપેલ પ્રેમને લઈને કશ્યપ શુક્લ તેમજ વોર્ડ નંબર 7નાં ઉમેદવાર દેવાંગ માંકડ ભાવુક થઈ ગયા હતા. જ્યારે વિરાણી ચોક સહિત ઠેર-ઠેર ભાજપનાં કાર્યકરો દ્વારા જીતનો ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ભવ્ય રેલી કાઢવાની સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. અને એક સ્થળે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફંસાઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો.

વોર્ડ નં. 10 અને 13નાં કોંગ્રેસનાં દિગ્ગજ ઉમેદવારોની હાર

7 વોર્ડમાં ભાજપનાં ભવ્ય વિજય સાથે કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. જેમાં વોર્ડ નંબર 10નાં મનસુખભાઈ કાલરીયા અને વોર્ડ નંબર 13માં જાગૃતિબેન ડાંગરનો પરાજય થતા સ્થાનિક કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. જો કે જાગૃતિબેને ખેલદિલી પૂર્વક પ્રજાના ચૂકાદાનો સ્વીકાર કર્યો હતો. બીજીતરફ આમ આદમી પાર્ટીએ 72 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હોવા છતાં જાણે તે મેદાનમાં જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud