• ગુજરાત નહી પરંતુ દેશના ઘણા રાજયોમાં રોજેરોજ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધી રહી છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયેલ છે
  • વિદેશમાંથી એમબીબીએસ કરીને આવેલા લોકોને કોવિડની સારવામાં સામેલ કરવા જોઇએ, આમ કરવાથી ખેંચ દુર થશે – મહેશ રાજપુત
  • આવા ડોકટરો સેવા માટે તૈયાર થાય અને આજની મહામારીમાં ડોકટરોની જે ઘટ છે તેમાં રાહત મળે

WatchGujarat. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વમંત્રી મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે કે ભારતદેશની અંદર કોરોનાની ભયંકર પરિસ્થિતિ હોય અને કોરોનાની એક લહેર ચાલતી હોય અને રોજબરોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અને આવી પરિસ્થિતિમાં ભારતના તમામ રાજયોમાં તબીબીઓ અને નર્સિંગ સ્ટાફની તીવ્ર અછત જોવા મળી છે ત્યારે આ અછત દુર કરવા માટે વિદેશમાં મેડીકલ અભ્યાસ કરી અને ડોકટરી અભ્યાસ પુર્ણ કરી આવેલા ડોકટરોનો ઉપયોગ કોરોના સંક્રમિત લોકોના આરોગ્યના કલ્યાણાર્થે કરવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલા પત્રમાં મહેશ રાજપૂતે કહ્યું છે. કે ગુજરાત નહી પરંતુ દેશના ઘણા રાજયોમાં રોજેરોજ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધી રહી છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયેલ છે. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી અને તબીબી તથા નર્સિંગ સ્ટાફ અવિરત પણે દર્દીઓની સારવાર કરી રહ્યો છે. સરકારે પણ આરોગ્ય ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓની તંગી છે તેવું સ્વીકાર્યું છે. ત્યારે સરકારે પોતાની નીતિઓમાં ફેરફાર કરી તાત્કાલીક કેટલાક નિર્ણયો લેવા જોઈએ.

મહેશ રાજપૂતે કહ્યું છે કે આપણા દેશમાંથી વિદેશમાં ડોકટરનો અભ્યાસ કરી ત્યાનાં નિયમ મુજબ MBBS ડીગ્રી સાથે પરત ભારત આવેલ છે. ત્યારે સરકારે આવા તમામ ડોકટરોની સેવા કોરોનાના દર્દીઓની સારવાર માટે લેવી જોઈએ. જો સરકાર આમ કરશે તો હાલમાં જે ખેચ પડી રહી છે. તે દુર થઈ શકે તેમ છે. હાલ માત્ર ગુજરાતમાં લગભગ આશરે 20 થી 25 હજાર જેટલા સ્ટુડન્ટો ડોકટરનો વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી આવી ચુક્યા છે. દેશમાં આવા ડોકટરોની સંખ્યા લગભગ 4.5 લાખથી 5 લાખ છે.

જો કેન્દ્ર સરકાર આ તમામને કોરોનાની સારવાર માટે બોલાવે તો તેઓ ચોકકસપણે આવવા તૈયાર થાય સરકારે આવા લોકો માટે ખાસ પ્રકારનું પેકેજ પણ જાહેર કરવું જોઈએ. જેથી આવા ડોકટરો સેવા માટે તૈયાર થાય અને આજની મહામારીમાં ડોકટરોની જે ઘટ છે તેમાં રાહત મળે તેમ છે. આવા ડોકટરોની તાત્કાલીક સેવાઓ લેવાનું આપ ચાલુ કરો તેવી મારી ભારત દેશના એક નાગરિક તરીકે તેમજ કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાન તરીકે પ્રધાનમંત્રી, આરોગ્યમંત્રી, તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મારી બે હાથ જોડીને વિનંતી છે સાથે એ પણ વિનંતી કરું છુ કે આ પત્રને રાજકીય રીતેના જોઈ પણ લોકોના હિતને ધ્યાને લેવા અપીલ છે. મહેશ રાજપૂતે કહ્યું છે કે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના અમુક હોદેદારો સાથે પણ આ અંગે વાતચીત કરેલ ત્યારે તેઓએ પણ આ સૂચનને આવકાર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud