• કોંગ્રેસમાં ટિકિટ મેળવવા માટે ફોર્મ ભરવાના આખરી દિવસે પણ કકળાટ જારી રહ્યો છે
  • કોંગ્રેસમાં ટીકીટ માટે લોકશાહી કે કામ નહીં પરંતુ માત્ર લાગવગ ચાલતી હોવાનો આક્ષેપ પણ મહિલાઓ દ્વારા કરાયો
  • એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકજામમાં ફસાઈ

WatchGujarat. કોંગ્રેસમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં એકતરફ ટીકીટ માટે ધરણા ચાલી રહ્યા છે. તો બીજીતરફ મોંઘીદાટ ગાડીઓમાં જ ઉમેદવારો ફોર્મ ભરવા નિકળ્યા છે. જોકે આ દરમિયાન કોરોના સહિત ટ્રાફિકનાં નિયમોનો પણ ઉલાળીયો થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને પોલીસ તો જાણે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને લોકોમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ રાજનેતાઓથી થર થર કાંપતી હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે.

શહેર કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ આજે પણ યથાવત છે. અને ટિકિટ કપાતા નારાજ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે પરિવાર સાથે પહોંચ્યા હતા. તેમજ અહીં ધરણા શરૂ કરી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. ધરણા કરતા મહિલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, બાળકો રેઢા મૂકી કોંગ્રેસમાં કામ કરવા છતાં ટીકીટ નથી આપી. કોંગ્રેસમાં ટીકીટ માટે લોકશાહી કે કામ નહીં પરંતુ માત્ર લાગવગ ચાલતી હોવાનો આક્ષેપ પણ મહિલાઓ દ્વારા કરાયો હતો. જો કે મહિલા કાર્યકરોનાં ધરણા રોકવા હાલ સ્થાનિક દિગ્ગજ નેતાઓ દ્વારા સમજાવટ સહિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બીજીતરફ કોંગ્રેસે જે ઉમેદવારોને ટીકીટ ફાળવી છે, તે ઉમેદવારો આજે મોંઘીદાટ ગાડીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. આ ગાડીઓ રેલી સ્વરૂપે નિકળી હતી. અને બહુમાળી ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. આ દરમિયાન કોરોના સહિત ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરાયો હતો. જેમાં કાર્યકરો કારમાંથી ઝંડાઓ લઈને બહાર નિકળ્યા હતા. તો કેટલાક કાર્યકરો તો ઝંડાઓ લઈને કારનાં બોનટ પર ચડી ગયા હતા.

કોંગ્રેસની આ રેલીને કારણે જ ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. એટલું જ નહીં એક એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકજામને કારણે ફંસાઈ હતી. જો કે બાદમાં કોંગી કાર્યકરો અને પોલીસે એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો. અને વોર્ડ નંબર 11 અને 13નાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સાથે જ કોંગ્રેસની વોર્ડ નંબર 8ની પેનલ પણ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. અને ઉમેદવારી નોંધાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud